MORBI:મોરબીમાં ઢોર પકડ પાર્ટીની ફરજમાં અવરોધ ઉભો કરી ગાયો છોડાવી જવાની ઘટનામાં બે મહિલા સામે ફરિયાદ નોઘાઈ

MORBI:મોરબીમાં ઢોર પકડ પાર્ટીની ફરજમાં અવરોધ ઉભો કરી ગાયો છોડાવી જવાની ઘટનામાં બે મહિલા સામે ફરિયાદ નોઘાઈ
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ લખમણભાઈ છૈયા ઉવ.૨૯ રહે.મોટાભેલા ગામ તા. માળીયા(મી) વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દેવુબેન ભરવાડ અને ભાનુબેન ભરવાડ બન્ને રહે. મોરબી વાવડી રોડ કારીયા સોસાયટી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, ગત તા. ૦૭/૧૧/૨૦૨૫ના રોજ વિપુલભાઈ તથા તેમની ટીમ વાવડી રોડ વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી હતી. દરમિયાન કારીયા સોસાયટી વિસ્તારમાંથી બે રખડતી ગાયોને ટ્રોલીમાં ચડાવવામાં આવી હતી. તે સમયે બે મહિલાઓ સહિત લોકો ભેગા થઈ બોલાચાલી શરૂ કરી હતી. જેમાં ઉપરોક્ત આરોપી દેવુબેન ભરવાડ અને ભાનુબેન ભરવાડ ઉગ્ર અવાજે બોલાચાલી કરી ટ્રેકટરની ટ્રોલી ઉપર ચડી જઈ એક ગાયને નીચે ઉતારી દીધી હતી અને બીજી ગાયને પણ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી ઢોર પકડ પાર્ટીની કાયદેસરની ફરજમાં ગંભીર રીતે રૂકાવટ સર્જાઈ હતી. સમગ્ર ઘટનાનો વિડિયો સ્ટાફ દ્વારા ઉતારવામાં આવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બનાવ બાબતે તુરંત પોલીસને કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચે તે પહેલા આરોપી બંને મહિલાઓ ત્યાંથી ભાગી ગઈ હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૧ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






