
કડાણા તાલુકાના બારીયા નાં વાંટા પાસે દીવડા રોડ પર નુ નાળુ જર્જરિત:
રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર ….
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના બારીયા ના વાંટા નજીક દીવડા જતા માર્ગ પર આવેલી નવીન ડામોર રોડ પર છેલ્લા એક વર્ષથી નાળું જર્જરિત હાલતમાં હોઈ વાહન ચાલકોને દિવસે તેમજ રાત્રે પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, હાલમાં રસ્તાની સ્થિતિ એવવી છે કે અકસ્માત થવાની પુરી શક્યતા છે. વળી, નાના વાહનોથી લઈ મોટા વાહનો માટે આ રસ્તો જોખમી સાબિત થઈ રહ્યો છે.
ગ્રામજનો એ અનેક વખત આ બાબતે જવાબદાર તંત્રનું ધ્યાન ખેંચાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
આ નાળુ રીપેરિંગ કરવાની ભારે લોક માંગ ઉઠી હોઈ વહેલી તકે જનતાને સલામત અને સુઘડ માર્ગ વ્યવસ્થા મળી શકે.તે માટે આ નાળાનુ રીપેરીંગ કામ
જવાબદાર તંત્રએ સ્થળ પર તુરંત કામગીરી હાથ ધરી, નાળાની દુરસ્તી કરીને મુશ્કેલીઓમાં જીવી રહેલ ગ્રામજનો ને રાહત આપશે ખરી???




