કાલોલ માં ફરી એકવાર SMC પોલીસની એન્ટ્રી સાથે મોટી સફળતા,દોઢ કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

તારીખ ૨૧/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલમાં બે દિવસ માંજ ફરી એકવાર સ્ટેટ મોનિટરીંગ સેલની પોલીસે કાલોલ શહેરના બોરૂ તરફ જવાના રોડ પર આવેલ સાંઈ દર્શન સોસાયટીના એક કોમ્પલેક્ષ માં જુદીજુદી બ્રાન્ડના ભારતીય બનાવટ નો વિદેશી દારૂ કુલ 1500 પેટીમાંથી 72 હજાર નંગ જેની કિંમત રૂપિયા 1,59,84,000 અને 20 લાખની ટ્રક મોબાઈલ ફોન ત્રણ 15000, અંગ જડતી કરતા મળેલ રોકડ રકમ સહીત 1,80,00,100 નો મુદ્દામાલ સાથે ત્રણ ને ઝડપી પાડયા હતા આમ બે દિવસના અંતરાલમાં સ્ટેટ મોનિટરીંગ સેલની પોલીસે ઉપરાછાપરી રેડ પાડતા બૂટલેગરો ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના પીએસઆઇ આર.બી. વનાર સાથે સ્ટાફના પોલીસકર્મી ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલોલ શહેરના બોરૂ રોડ પર આવેલા સાંઈ દર્શન સોસાયટીના એક કોમ્પલેક્ષમાં કન્ટેનર ભરીને દારૂના જથ્થો ઉતરતા હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરીંગ પોલીસે બાતમીના સ્થળે છાપો મારીને કન્ટેનરમાંથી અનલોડ થતો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને કન્ટેનર સાથે ઝડપાયેલા ત્રણ ઈસમોની પુછપરછ કરી ગાડીઓમાં તપાસ કરતા બન્ને ગાડીમાંથી ભારતીય બનાવટનો વિવિધ વિદેશી બ્રાન્ડ દારૂની કુલ 1500 પેટીઓમાંથી 72,000 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય પરપ્રાંતિય ઈસમો પાસેથી કોઈ પાસ કે પરમીટ નહીં મળતાં પોલીસે રૂપિયા 1,59,84,000નો દારૂનો જથ્થો, ટાટા કંપનીનું ટ્રક કિંમત રૂ.20 લાખનું ,ત્રણ મોબાઇલ રૂ.15હજારના મળીને કુલ રૂ. 1,80,,00,100નો મુદ્દામાલ કબજે કરીને ઝડપાયેલા ત્રણ ઈસમોની અટકાયત કરી તેમની પુછપરછ હાથ ધરી છે અને ઝડપાયેલા ત્રણ ઈસમો અને સપ્લાયર્સ એવા વધુ છ ઈસમો વિરુદ્ધ પ્રોહીબેશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમેં આથી બે દિવસ પહેલા કાલોલ તાલુકાના દેલોલ જાખરીપુરા રોડ પાસેથી 7.56 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે નંબર વગરના 15 લાખના વાહનો મોબાઈલ સહીત રૂપિયા 60 હજાર સહિત કુલ રૂપિયા 22.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેની હજુ સાંહિ પણ સુકાઇ નથી ત્યાં ગત તારીખ 20 ડીસેમ્બર શનિવારના રોજ 1,59,84,000 નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના જથ્થા સાથે ત્રણ ઇસમો ને ઝડપી પાડયા હતા. જ્યાં છેલ્લા બે દિવસના અંતરાલમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ની પોલીસનાં હાથે કાલોલ તેમજ તાલુકામાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવા છતાં દારૂની હેરાફેરી કરતા બૂટલેગર માં પોલીસ નો કોઈ ભય હોય તેમ લાગતું નથી.!!






