સુરેન્દ્રનગરના વાઘેલા ગામનાં અંકિતાબેન બન્યા કુશળ ડ્રોન પાયલોટ, ડ્રોન દીદી બની ખેતીમાં લાવી રહ્યા છે ક્રાંતિ
ડ્રોન ટેકનોલોજીથી ખેતીનું કામ સરળ બન્યું છે અને મને સન્માનજનક રોજગારી મળી

તા.21/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ડ્રોન ટેકનોલોજીથી ખેતીનું કામ સરળ બન્યું છે અને મને સન્માનજનક રોજગારી મળી, અટલ નેતૃત્વ અને અવિરત વિકાસની નેમ સાથે દેશ આજે મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક નેતૃત્વ હેઠળ અમલી બનેલી ‘નમો ડ્રોન દીદી’ યોજના આજે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સદ્ધરતા અને આત્મ નિર્ભરતાનું સબળ માધ્યમ બની છે આજે રાજ્યની મહિલાઓ હવે ઘરકામની મર્યાદાઓ ઓળંગીને આધુનિક ટેકનોલોજીના સહારે ‘લખપતિ દીદી’ બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે જોડીને તેમને રોજગારીના નવા અવસરો પૂરા પાડવાનો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામનાં રહેવાસી અંકિતાબેન ધર્મેશભાઈ માલવણિયા આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સખી મંડળ સાથે જોડાયેલા અંકિતાબેને સરકારની ‘નમો ડ્રોન દીદી’ યોજનાનો લાભ લઈ પોતાની અને અન્ય ખેડૂતોની જિંદગીમાં ખુશાલીના રંગો ભર્યા છે કોઈપણ સફળતાનો પાયો તેના શિક્ષણ અને તાલીમમાં રહેલો હોય છે અંકિતાબેનની આ સફળ સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે ગામના સખી મંડળ દ્વારા ‘નમો ડ્રોન દીદી’ યોજના વિશે જાણકારી મેળવી ઉત્સાહભેર ઇન્ટરવ્યુ આપ્યા બાદ તેમની પસંદગી તાલુકા કક્ષાએ કરવામાં આવી હતી ત્યારબાદ, તેમને અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ૧૫ દિવસની સઘન તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દરમિયાન તેમને ડ્રોન ટેકનોલોજી, તેના સંચાલન, જાળવણી અને સુરક્ષાના નિયમો વિશે ઝીણવટભરી માહિતી અને સમજ આપવામાં આવી હતી તાલીમ બાદ લેવાયેલી પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને તેઓ આજે એક કુશળ ડ્રોન દીદી બન્યા આ તાલીમે માત્ર તેમને ટેકનિકલ જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ તેમના આત્મવિશ્વાસમાં પણ વધારો કર્યો છે તાલીમ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ તેમને સરકાર તરફથી આધુનિક ડ્રોન પ્રાપ્ત થયું જે આજે તેમની આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બન્યું છે ડ્રોન ટેકનોલોજી ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે ત્યારે આજે અંકિતાબેન ખેડૂતોના ખેતરમાં જઈને કુશળતા પૂર્વક જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે ખાસ કરીને રવી પાક દરમિયાન જ્યારે તુવેર જેવા ઊંચા પાકોમાં મેન્યુઅલ પદ્ધતિથી દવાનો છંટકાવ કરવો શારીરિક રીતે ખૂબ કષ્ટદાયક અને મુશ્કેલ હોય છે ત્યારે આ ડ્રોન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ડ્રોન ટેકનોલોજીના કારણે ખેડૂતો હવે સરળતાથી અને ઓછા સમયમાં દવાઓનો છંટકાવ કરી શકે છે ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી સમય અને પાણીની બચત થાય છે અને સાથે જ ખેડૂતોના સ્વાસ્થ્યને પણ કોઈ હાનિ પહોંચતી નથી અંકિતાબેન જણાવે છે કે આ યોજનાએ મને માત્ર ટેકનિકલ જ્ઞાન જ નથી આપ્યું, એક નવી ઓળખ પણ આપી છે ડ્રોન ઓપરેટ થઈને હું સન્માનજનક આવક મેળવી રહી છું જેનાથી મારો પરિવાર આર્થિક રીતે સદ્ધર બન્યો છે હું સરકારની ઋણી છું કે જેમણે ગૃહિણીઓને આધુનિક કૃષિ સહાયક અને ઉદ્યોગસાહસિક બનવાની તક પૂરી પાડી સરકારની આ યોજનામાં ખેડૂતોને પણ મોટો ફાયદો મળી રહ્યો છે દવાનો છંટકાવ કરવા માટે ખેડૂતે માત્ર રૂ.૧૦૦ જ ચૂકવવાના હોય છે જ્યારે બાકીના રૂ.૫૦૦ સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવે છે આમ, ખેડૂતોને સસ્તી અને ઝડપી સુવિધા મળે છે. આજે અંકિતાબેન જેવા અનેક બહેનો આ યોજના હેઠળ આર્થિક વેતન મેળવીને ‘લખપતિ દીદી’ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે ‘નમો ડ્રોન દીદી’ યોજના માત્ર ખેતીમાં ક્રાંતિ નથી લાવી રહી પરંતુ ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓનો હિસ્સો વધારી રહી છે જ્યારે ટેકનોલોજી અને સરકારી પ્રોત્સાહનનો સમન્વય થાય છે ત્યારે કેવું અદ્ભુત પરિણામ મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતની આ નારીશક્તિ પૂરું પાડી રહી છે ‘નમો ડ્રોન દીદી’ યોજનાથી અંકિતાબેન જેવી અનેક મહિલાઓ આજે ‘લખપતિ દીદી’ બનવા તરફ અગ્રેસર છે ડ્રોન ઓપરેટ કરીને તેઓ સન્માનજનક આર્થિક વેતન મેળવી રહ્યા છે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે તેઓ હવે માત્ર ગૃહિણી મટીને એક આધુનિક કૃષિ સહાયક અને ઉદ્યોગસાહસિક બન્યા છે મહિલા સશક્તિકરણ અને અવિરત વિકાસના આ સમન્વયથી ગુજરાતની નારીશક્તિ આજે આકાશમાં નવી ઉડાન ભરી રહી છે જે વિકસિત ભારત@૨૦૪૭ના સપનાને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે જોડાયેલી આ મહિલાઓ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં પાયાનું યોગદાન આપી રહી છે.



