ધ્રાંગધ્રા સાયબર ક્રાઇમ મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં જેલહવાલે થયેલા બે આરોપીઓની જામીન અરજી નામંજૂર

તા.21/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા સમગ્ર રાજ્યમાં સાયબર ક્રાઇમ અને ખાસ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે આ સૂચનાના અનુસંધાને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ડ્રાઇવ અંતર્ગત બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા આ પૈકીના એક ગુનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે બે આરોપીઓ જેમાં ચીરાગભાઇ મધુકરભાઇ વડોદરીયા રહે, ધ્રાંગધ્રા અને દશરથસિંહ ઉર્ફે દશુભા ઝાલા રહે, ગામ કોંઢ ધ્રાંગધ્રાની ધરપકડ કરી હતી પ્રાથમિક તપાસ બાદ બંને આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા દરમિયાન આરોપીઓ દ્વારા નામદાર એડિશનલ સેશન્સ કોર્ટ, ધ્રાંગધ્રા સમક્ષ જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી આ જામીન અરજીની સુનાવણી દરમિયાન તપાસ કરનાર અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ સોગંદનામું અને સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લેવામાં આવી હતી સરકારી પક્ષ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે સાયબર ગુનાઓમાં મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ નાણાકીય હેરાફેરી માટે કરવામાં આવે છે જે ગંભીર ગુનો છે નામદાર કોર્ટે તપાસનીશની એફીડેવીટ અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.





