GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમી થી પરેશાન થતી યુવતી એ 181અભયમ ની મદદ માગી.

 

તારીખ ૨૨/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડીત મહિલાનો 181 મહિલા હેલ્પલાઇન મા ફોન આવતા જણાવેલ કે મારા પરિવાર દ્વારા મારી સગાઈ નક્કી કરવામાં આવી છે અને મારી સોસાયટીમાં રહેતો એક છોકરો ઘરે આવીને ઝઘડો કરે છે જેથી મને 181 મહિલા હેલપલાઇન ની મદદ ની જરૂર છે 181 અભયમ ટીમ પાદરા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પીડિત મહિલાનું કાઉન્સિલિંગ કરતા જણાવેલ છે કે છેલ્લા ચાર વર્ષ થી હું સોસાયટી માં રહેતા છોકરા સાથે હું રિલેશન માં હતી .માટે લગ્ન પણ કરવા હતા પરંતુ છોકરો કોઈ કામ ધંધો નથી અને વ્યસન ની લત માં મારી સાથે ઝઘડો કરે મે ઘની વાર પ્રયત્ન કર્યા સમજાવ્યા પરંતુ ના સમજ્યો અને અમારા રિલેશન ના ફોટા instagram પર અપલોડ કર્યા છે જેના કારણે મારી પહેલી સગાઈ થઈ હતી જે તૂટી ગઈ હતી અને ફરીથી આવું વર્તન કરવાથી હું પરેશાન થઈ ગઈ છું મને ફોટા વાયરલ કરવાની ધમકી આપે છે મારો ઘણા સમયથી આ છોકરા સાથે કોઈ સંબંધ નથી છતાંય ઘરે આવી ઝગડો કરતા મારા પરિવારને પણ હેરાનગતિ કરે છે 181 ની ટીમ દ્વારા તે છોકરાને કાયદાકીય માહિતી આપી મહીલા કોઈ પણ પ્રકારની સબંધ રાખવા માગતા ના હોઈ જેથી તેમની સાથે કોઈ પણ પ્રકારની જબરજસ્તી ના કરવી .કોઈ ધાક ધમકી ના આપવી. નહિ તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.instagram ma ફોટા અપલોડ કરેલ ડીલીટ કરાયા અને પોલીસ સ્ટેશન ની માહિતી આપી.છોકરા એ પોતાની ભૂલ સ્વીકાર કરી હવે પસી ફરી ભૂલ ના થાય અને ઝગડો ના કરું કે કોઈપણ પ્રકારની હાની પોહચાડીશ નહિ કરી કહી માફી માગી અને લેખિત બાહેદરી આપી .મહિલા ને પોલીસ સ્ટેશન ની માહિતી અને 1930 સાયબર હેલ્પલાઈન વિશે માહિતી આપી .જેથી પિડીત મહિલાએ 181 નો આભાર વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!