
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચેકડેમના દરવાજામાંથી પાણી લીકેજ થતા ખેડૂતોમાં ભારે રોષ..ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં વિકાસના નામે સરકારી નાણાનો કેવો વેડફાટ થાય છે તેનો જીવંત નમૂનો હુંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર જોવા મળ્યો છે.દમણગંગા વિભાગ દ્વારા અંબિકા નદી પર અંદાજે 8 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ચેકડેમમાં ગંભીર બેદરકારી સામે આવી છે.નિર્માણ થયાનાં પ્રથમ વર્ષે જ ડેમના દરવાજામાંથી સતત થઈ રહેલા પાણીના લીકેજને કારણે ખેડૂતોનો શિયાળુ પાક જોખમમાં મુકાયો છે,જેને લઈને હુંબાપાડા અને સોનુનીયા ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સને 2024-25માં ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ હુંબાપાડા અને સોનુનીયા ગામ નજીક અંબિકા નદી પર દમણગંગા યોજના હેઠળ આશરે આઠ કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે ડેમનું નિર્માણ કરવામાં આવેલ છે.અને આ ડેમને હજી વર્ષ પણ પુરૂ થયુ નથી તેવામાં તો ડેમમાંથી પાણી લીકેજ થાય છે.હાલે ડેમ અડધો ખાલી થઈ ગયો છે.આસપાસનાં ખેડૂતોએ મોઘુ બિયારણ લાવીને ખેતરોમાં વાવી દિધેલ છે. અને હાલે પાણી નીકળી જવાથી ખેતી અને પીવાના પાણી માટે નુકશાન થવાનો ભય ઉભો થયો છે.અને વચ્ચે માટીની થેલીઓ પૂરીને પાણી રોકવામાં આવેલ હતુ.અને જે ડેમનાં દરવાજા બનાવવામાં આવેલ છે. તે તૂટી ગયા છે અને ક્રેક થઈ જતા ડેમમાં બેસતા નથી.સાથે અહી માટી ઓગળી જતા રોજનાં 1 મિટર જેટલું પાણી પાણી નીકળી જાય છે.જેથી તાત્કાલિક પાણી રોકવા માટે પગલા ભરવા હુંબાપાડા તથા સોનુંનિયા ગ્રામ જનોએ માંગ કરી છે.જે ડેમ બનાવવામાં આવેલ તેમાં અધિકારી તેમજ કર્મચારીઓએ ધ્યાન આપેલ નથી. જેથી ડેમની કામગીરી નિષ્ફળ જવાથી અધિકારી ઉપર તાત્કાલિક પગલા ભરી કડકમાં કડક તપાસ કરવા ખેડૂતો એ અરજ કરેલ છે.તેમજ આ આવેદનપત્રને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી હુંબાપાડા તથા સોનુંનિયા ગામના ખેડૂતોમાં માંગ ઉઠી છે..




