GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના અલાલીમાં સંજયરામ મહારાજની તેરમી ચાદરવિધિ અને નરસિંહદાસ મહારાજની ચોથી ચાદરવિધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાયો.

 

તારીખ ૨૩/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી મુકામે એક ભવ્ય ધાર્મિક ઉત્સવ યોજાયો હતો આ ઉત્સવમાં સંત સંજયરામ મહારાજની તેરમી ચાદરવિધિ મહોત્સવ અને સંત નરસિંહદાસ મહારાજની ચોથી ચાદરવિધિ મહોત્સવ સાથે ૨૫મો પાટોત્સવ સમારોહમાં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના ધાર્મિક સંતો અને ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.આ સમારોહમાં પંચમહાલ મતવિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમણે બંને મહારાજોની ચાદરવિધિ સમારોહમાં ભાગ લઈને ધન્યતા વ્યક્ત કરી હતી.સંત સંજયરામ મહારાજની તેરમી ચાદરવિધિતેમના આધ્યાત્મિક ઉપદેશો અને સેવાકાર્યોને સમર્પિત સંત નરસિંહદાસ મહારાજની ચોથી ચાદરવિધિ તેમના સામાજિક અને ધાર્મિક યોગદાનને સ્મરણ કરી ૨૫મો પાટોત્સવ સમારોહ ધાર્મિક વાતાવરણમાં ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો જ્યાં આ સ્થળના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વને બિરદાવતો સમારોહમાં અલાલી સહિત આજુબાજુ ગામોના હરી ભક્તો, સાધુ-સંતો સાથે સામાજિક કાર્યકરોએ ભાગ લીધો હતો અને લોકોએ સંતોના ઉપદેશો સાંભળ્યા, ભજન-કીર્તન કર્યા બાદ પ્રસાદ લીધો હતો.

 

Back to top button
error: Content is protected !!