કાલોલ નગર ની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે સંધિવા અને ચામડી તેમજ હાડકાંને લગતાં રોગોનો ફ્રી કેમ્પ યોજાયો.

તારીખ ૨૪/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા નિ:શુલ્ક સંધિવા અને ચામડીના રોગોનો કેમ્પનું આયોજન શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરાની આર્થરાઇટીસ રૂમેટોલોજી ક્લિનિકના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જીત પટેલ અને તેમની ટીમ દ્વારા સંધિવા ને લગતા, હાડકાને લગતા અને ચામડી ને લગતા તમામ રોગોનું નિદાન ની સાથે આ કેમ્પમાં આ રોગ મા રાહત માટે કસરત માર્ગદર્શન ડોક્ટર દ્વારા પેશન્ટ ને સમજ આપવામાં આવી હતી આ કેમ્પમાં ૭૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો જ્યાં આ કેમ્પમાં સંધિવા ના રોગો તેમજ સ્ક્રીન એલર્જી અને ચામડી ના અન્ય રોગ અને સાંધા ને લગતા તમામ રોગોનું નિદાન નિશુલ્ક કરવામાં આવ્યું આ કેમ્પ માં તમામ લાભાર્થીઓને નિ:શુલ્ક ડાયાબિટીસ નો રિપોર્ટ, બીપી ચેક કરવામાં આવ્યું તેમજ કેલ્શિયમની ઘનતા નો પણ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યો અને જરૂરિયાતમંદ દર્દીઓને ઇન્જેક્શન પણ નિશુલ્ક મૂકી આપવામાં આવ્યું જેની કિંમત રૂપિયા ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલી હોવા છતાં પણ દર્દીઓને ફ્રીમાં ઇન્જેક્શન અને તમામ લાભાર્થીઓને એક માસની દવા પણ ફ્રીમાં (નિ:શુલ્ક) આપવામાં આવતા દર્દીઓ અને દર્દી ના પરિવારજનોએ સરાહનીય કાર્યની પ્રશંસા કરી હતી જ્યાં કેમ્પનું સમાપન બાદ મંડળના પ્રમુખ અંજુબેન મહેતા દ્વારા ડોક્ટર જીત પટેલ અને ડોક્ટર પ્રકાશભાઈ ઠક્કર નો પણ સ્મૃતિચિન્હ આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યાં મંત્રી દીપ્તિબેન પરીખે ડોક્ટર જીત પટેલ અને તેમની ટીમ સહિત મંડળના ખજાનચી અસ્મિતાબેન સાથે કારોબારી સભ્ય તથા આમંત્રિત મહેમાનો,નગરના દર્દીઓ તથા નામી અનામી સૌના સાથ અને સહકારથી કાર્યક્રમ સફળ થયો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.





