કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તાત્કાલીક તાલુકા પંચાયત પાસેના ટ્રાફિક ને નડતરરૂપ દબાણો દૂર કરાવી રોડ રસ્તાઓ ખુલ્લા કરાયાં.
તારીખ ૨૪/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ગોધરા-વડોદરા ને જોડતા હાઇવે માર્ગને અડીને આવેલા ટ્રાફિક ને નડતરરૂપ દબાણો કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ તેમજ ટ્રાફિક જમાદાર સાથે ટાઉન પોલીસ સ્ટાફે સંયુક્ત કામગીરી હાથ ધરીને તાત્કાલિક અંદાજીત પંદરથી વધુ લારી ગલ્લા અને કેબીનો તથા પતરાં ના શેડ દુર કરાવવામાં આવ્યાં હતાં અને ભવિષ્યમાં આવી રીતે રોડ રસ્તાઓ પર દબાણ ન કરવા તાકીદ કરવામાં આવી હતી જ્યાં કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ દ્વારા ટ્રાફિક ને નડતરરૂપ દબાણો તાત્કાલિક દુર કરવાનું કહેતા જ વેપારીઓ પોતાના લારી ગલ્લા અને કેબીનો પરના સરસામાન લઈ જવા માટે વેપારીઓમાં ભારે દોડાદોડ મચી જવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે કાલોલ તાલુકા પંચાયત કચેરી પાસેના ગોધરા-વડોદરા હાઈવે અડીને આવેલા લારી ગલ્લા અને કેબીનો સામેના હાઇવે માર્ગ ઉપર ગેરકાયદે વાહન પાર્કિંગ કરી પોતાના વાહનો હાઇવે રોડ પર જ પાર્ક લારી ગલ્લા ઉપર ચા નાસ્તો કરવા ઉભેલા જોવા મળતા હોય તે દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે કામ અર્થે પોતાનું વાહન લઇને આવતા અરજદારો તેમજ માર્ગે ઉપરથી પસાર થતાં મોટામોટા વાહનો અને શાળામાં આવતા જતાં બાળકો, પાવાગઢ જતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના વાહનોથી આ માર્ગે સતત વ્યસ્ત રહે છે. આડેધડ માર્ગ ઉપર ઉભા રહેતા વાહનો ટ્રાફિક સમસ્યામાં વધારો કરે છે જેને કારણે તાલુકા પંચાયત કચેરી પાસે ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરે છે ત્યારે આ સ્થિતિમાં વાહન ચાલકોએ સ્વેચ્છાએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.

brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;







