
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૨૪ ડિસેમ્બર : કચ્છમાં આવેલ વિવિધ બીએસએફ કેમ્પમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ દ્વારા ત્રિ-દિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ અને વેલ બીઇંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં બીએસએફના અધિકારીઓ અને જવાનોને ત્રણ દિવસ માટે તણાવ પ્રબંધન માટે હાર્ટફુલનેસ પદ્ધતિથી અવગત કરાવી પ્રાયોગિક ધ્યાન સત્રો કરાવવામાં આવ્યા હતા. જેમાં ગાંધીધામ, ભૂજ, કોટેશ્વર, નારાયણ સરોવર, ખાવડા તેમજ રાપર ખાતે આવેલ બીએસએફ કેમ્પમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશની સરહદોની રખેવાળી કરતા સીમા સુરક્ષા દળના અધિકારીઓ અને જવાનો પોતાના દૈનિક જીવનમાં તણાવનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરી પોતાની જવાબદારીઓ વધુ કાર્યક્ષમ રીતે વહન કરી શકે એ માટે બીએસએફ અને હાર્ટફુલનેસ દ્વારા સાથે મળીને સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીએસએફના અધિકારીઓ અને જવાનોને ત્રણ દિવસ માટે હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો દ્વારા રિલેક્સેશન, મેડીટેશન, રીજુવેનેશન અને પ્રેયર મેડીટેશનની તાલીમ આપવામાં આવી હતી.બીએસએફના અધિકારીઓ અને જવાનો સ્ટ્રેસ મેનેજમેન્ટ સાથે હોલિસ્ટિક વેલ બીઇંગ થકી યોગ્ય જીવન પ્રબંધન કરી શકે એ માટે પણ સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, આગામી ત્રણ મહિના સુધી દર અઠવાડિયામાં એક વખત આ ધ્યાન સત્રનું બીએસએફ કેમ્પસમાં આયોજન કરવામાં આવશે. આ ત્રિ-દિવસીય ધ્યાન સત્રોમાં બીએસએફના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો, હાર્ટફુલનેસના પ્રશિક્ષકો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.






