ક્લિનિકલ એસ્ટબ્લીસમેન્ટ એક્ટ અંતર્ગત કાલોલ-હાલોલના ડૉક્ટરોની યોજાયેલ મીટિંગમાં હેલ્થ ઓફિસરે આપી મહત્વની માહિતી.

તારીખ ૨૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ અને હાલોલ તાલુકાના ડૉક્ટરો માટે ક્લિનિકલ એસ્ટબ્લીસમેન્ટ એક્ટ (CEA) પર એક મહત્વપૂર્ણ મીટિંગ મોટીસંખ્યામાં ડોકટરોની ઉપસ્થિતિ વચ્ચે ગઇકાલે હાલોલમાં આવેલી હોટલ ડીલાઇટ ખાતે યોજાઇ હતી જ્યાં આ મીટિંગમાં કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર મીનેશ દોશી એ ઉપસ્થિત હાલોલ અને કાલોલના ડૉક્ટરોને આ કાયદાની જોગવાઇઓ, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પાલનની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ક્લિનિકલ એસ્ટબ્લીસમેન્ટ એક્ટ એ ગુજરાત માં 2021-22માં પસાર થયેલો એક કાયદો છે.જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત ના તમામ ક્લિનિકલ સંસ્થાઓ (હોસ્પિટલ, ક્લિનિક, લેબ,નર્સિંગ હોમ વગેરે)નું રજિસ્ટ્રેશન અને નિયમન કરવાનો છે. આ કાયદો સાર્વજનિક આરોગ્ય, સેવાઓની ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યો છે જેને કારણે ક્લિનિકલ એસ્ટબ્લીસમેન્ટ એક્ટ, 2021-22 હેઠળ દરેક ક્લિનિક, હોસ્પિટલ, લેબ અને નર્સિંગ હોમનું રજિસ્ટ્રેશન ફરજિયાત છે ત્યારે આ કાયદો આપણા રાજ્યમાં પણ લાગુ થઈ ગયો છે. આપણે બધાએ એકસાથે આનો અમલ કરવો પડશે. કોઈપણ ડૉક્ટર કે સંસ્થા રજિસ્ટ્રેશન વગર કામ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. જ્યાં કાલોલ તેમજ હાલોલના ક્લિનિક, હોસ્પિટલ અને નર્સિંગ હોમના ડોક્ટરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







