કાલોલ એમ.એમ.ગાંઘી કોલેજની વોલીબોલ બહેનોની ટીમ સાંસદ ખેલ મહોત્સવમાં બની ચેમ્પિયન.સાંસદનાં હાથે 12 હજાર નો ચેક અર્પણ.

તારીખ ૨૬/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સાંસદ ખેલ મહોત્સવ 2025.જેમાં એમ.એમ. ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ ની વોલીબોલ બહેનોની ટીમે ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરતાં કોલેજમાં આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું આ ટીમની નવ ખેલાડી બહેનો જેમાં સોલંકી વંદના, રાઠોડ વિશ્રુતિ, રાઠોડ પ્રિયા, સોલંકી રાધિકા, સોલંકી સેજલ, રાઠોડ શિવાની, પરમાર જીગીશા,રાઠોડ ક્રિષ્ના તેમજ પટેલ માહી સાંસદ ખેલ મહોત્સવ 2025માં ચેમ્પિયનશિપ બનતા તેઓને 12,000 રૂપિયાનો ચેક પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.જ્યારે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે ચેમ્પિયનશિપનો શિલ્ડ આપી સર્વે ખેલાડીઓને મેડલ પહેરાવીને તેમનું અભિવાદન ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું જેને લઈ કાલોલ કોલેજમાં આનંદનો ઉત્સવ બની ગયો હતો.જ્યાં કોલેજના આચાર્ય ડૉ.કિશોર વ્યાસ,ફિઝિકલ ડાયરેક્ટર ડૉ.જે.બી.પરમાર તેમજ કોલેજ પરિવારના સર્વે સભ્યોએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.






