MORBI મોરબી નીલકંઠ સ્કૂલ- દ્વારા બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂન-2025 નું ધમાકેદાર આયોજન

MORBI મોરબી નીલકંઠ સ્કૂલ- દ્વારા બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂન-2025 નું ધમાકેદાર આયોજન
નીલકંઠ સ્કૂલ- મોરબી દ્વારા તા. 27/28 ડિસેમ્બર ના રોજ બે દિવસીય ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તેમજ બિઝનેસ ટાયકૂન-2025 નું ધમાકેદાર આયોજન રામેશ્વર
ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની માં 51 શક્તિપીઠ, 16 સંસ્કાર, 12 જ્યોતિર્લિંગ, 4 વેદ,પૌરાણિક મંદિરોના મોડેલ દ્વારા ધો-6 થી 9 ના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે. સાથે સાથે આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ અને ફ્રી દવાનું વિતરણ કરવામાં આવશે…
*વધુમાં નીલકંઠ કોમર્સ સ્કૂલ ના બાળકો બિઝનેસ ટાયકૂન નું આયોજન કરનાર છે. ધંધાકીય ક્ષેત્ર માં વિશ્વ ભરમાં ડંકો વગાડનાર મોરબી માં ધંધાકીય પ્રવૃત્તિ આધારિત બિઝનેસ ટાયકૂન ની સૌપ્રથમવાર 2014 માં આયોજન કરનાર નીલકંઠ સ્કૂલ ના 10 વર્ષ પૂર્ણ થવાની ખુશી માં ન ભૂતો ન ભવિષ્ય એવું અદકેરું આયોજન કરવામાં આવનાર છે. જેમાં અલગ અલગ પ્રકારના 20 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે અને અમારી નીલકંઠ કોમર્સ સ્કૂલ ના ધો-11 ના બિઝનેસમેન દ્વારા વેપાર કરવામાં આવશે.*
આ સાથે ઓપન મોરબી ડાંસ કોમ્પિટિશન નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ બધાની સાથે વિઝિટર માટે ખાસ મેમરી ગેમ્સ અને વિનર ને સ્યોર ગિફ્ટ આપવામાં આવશે.તેમજ મુલાકાત લેનાર લોકો માટે મેગા પ્રાઈઝ સાથેના લક્કી ડ્રો નું પણ આયોજન કરાશે. મુલાકાત લેનાર લોકોને જુદી જુદી ગેમ દ્વારા 100 થી પણ વધુ ઇનામો આપવામાં આવશે…2 દિવસ ના આયોજન માં મોરબી શહેર ના અંદાજિત 20,000 થી વધુ લોકો મુલાકાત લેશે…આમ મોરબીની જનતા ને એક જ સ્થળે જ્ઞાન, ઉપચાર, મનોરંજન, શોપિંગ, વગેરે નો લાભ મળશે.
નીલકંઠ સ્કૂલ ના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ કાસુન્દ્રા અને શ્રી જીતુભાઈ વડસોલા દ્વારા નીલકંઠ સ્કૂલ ના બાળ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા મોરબી ની જનતાને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…તારીખ-27 ડિસેમ્બર,શનિવાર સમય:- બપોરે 3 થી રાતે 10 સુધી
તારીખ- 28 ડિસેમ્બર, રવિવાર સમય :- સવારે 9 થી રાતે 10 સુધી સ્થળ:- રામેશ્વર ફાર્મ,ધુનડા રોડ,મોરબી







