કાલોલમાં સુફી સંત હઝરત સૈયદ મોઈનુદીન હશન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્ષ પ્રસંગે વિવિધ કાર્યક્રમો ધાર્મિક વાતાવરણમાં ઉજવાયા.

તારીખ ૨૭/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મુસ્લીમ ધર્મના સાતમો મહીનો એટલે રજબ માસ ની છઠ્ઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફની દરગાહમાં આરામ ફરમાવતા સુફી સંત હજરત સૈયદ મોઈનુદ્દીન હશન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સની ઉજવણી અંતર્ગત ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈંદે ચિસ્તીયા ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ કાલોલ ખાતે ખ્વાજા સાહેબના ૮૧૪ માં ઉર્સના અવસર પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં બુધવારની રાત્રે મહેફિલે શમા જ્યારે શુક્રવારે ગરીબ નવાઝ યંગ સર્કલ દ્વારા આયોજીત જલાલી રાતીબે રિફાઈના જલ્સાના કાર્યક્રમમાં સુરત રીફાઇ ખાનકાહના ધર્મગુરુ સૈયદ ગૌસુદ્દીન રીફાઇ ઉર્ફે હઝરત સાહેબ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને ત્રીજા દિવસે ખ્વાજા સાહેબના ઉર્સના શુભ અવસરે શનિવારના રોજ સવારના પહોરમાં અઝીમેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રેસાઓના નાના ભૂલકાઓ તથા નાની બાળાઓ અને મોટીસંખ્યામાં આગેવાનો જોડાયા હતા.આ ઉર્સ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું અને જુલૂસ નુરાની ચોકથી પ્રસ્થાન કરીને વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચતા સલાતો સલામ બાદ જુમ્મા મસ્જીદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના સુમારે મુરીદાને હઝરત સૈયદ સલીમુલાલ્હશા રીફાઇ દ્વારા આયોજીત જુલુસમાં મોટીસંખ્યામાં લોકોની ઉપસ્થિત વચ્ચે જુમ્મા મસ્જીદ પાસેથી શનિવારના રોજ બપોરે ૨:૩૦ વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયું હતુ જ્યાં હઝરત સૈયદ મોઇનુદ્દીન હશન ચિસ્તી ખ્વાજા સાહેબનાં ઉર્ષના અવસરે વિવિધ કાર્યક્રમો ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યા હતા. અંતે ખ્વાજા સાહેબના ઉર્ષ ને લઈ રાત્રે સાડા સાત કલાકે કાલોલ શહેરની પ્રાથમિક કુમાર શાળા સામેના મેદાનમાં ગરીબ નવાજ યંગ સર્કલ દ્રારા નિયાજનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકોએ રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ભાગ લઇ નિયાઝ આરોગી હતી.







