સુરેન્દ્રનગર મનપા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત વિવિધ સ્થળોએથી પ્લાસ્ટિક જપ્ત અને દંડ વસૂલાતની કાર્યવાહી

તા.28/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધ અભિયાનને વેગવાન બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અભિયાન હેઠળ પર્યાવરણ સુરક્ષા અને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા એજન્સી કારખાના અને દુકાન માંથી ૧૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે જ્યારે જય અંબે પ્લાસ્ટિક માંથી ૭૦૦થી ૮૦૦ કિલો, મહેતા માર્કેટમાં સપ્લાય કર્તાઓને ત્યાંથી ૧૦ કિલો પ્લાસ્ટિક, પ્રિન્સ માવા જોરાવરનગર ખાતેથી ૩૦ કિલો માવાના કાગળ જપ્ત કરવામાં આવ્યા છે અને રૂ. ૧૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે તેમજ વિક્રાંત ચુનાવાળાને ત્યાંથી ૨૦ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. ૨૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે આ કાર્યવાહીઓ દ્વારા કુલ મળીને નોંધપાત્ર પ્રમાણમાં પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. ૩૦,૦૦૦નો કુલ દંડ વસૂલવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધને અમલમાં મૂકવા માટે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહીઓ ચાલુ રાખવામાં આવશે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પ્લાસ્ટિકના વપરાશને ટાળીને પર્યાવરણ સુરક્ષામાં સહયોગ આપે તેવું જણાવ્યું હતું.




