ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાશે, ગુજરાતભરના સાહસવીરો શક્તિ પ્રદર્શન કરશે

તા.28/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યઓ અને વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૩૦-૧૨-૨૦૨૫, મંગળવારના રોજ ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૫-૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા હેતુ આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે ૭-૦૦ કલાકે કરવામાં આવશે ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ માટે સવારે ૧૦-૦૦ કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે તેમજ અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેકટર કે. એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારશે.



