લીંબડીમાં રૂ.6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. ડેપો-વર્કશોપનું ખાતમુહૂર્ત કરતાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા
આ અત્યાધુનિક વર્કશોપ આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ માટે આશીર્વાદ રૂપ બનશે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને મુસાફરોને મળી રહ્યો છે

તા.28/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
આ અત્યાધુનિક વર્કશોપ આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ માટે આશીર્વાદ રૂપ બનશે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને મુસાફરોને મળી રહ્યો છે, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના વરદહસ્તે લીંબડી ખાતે રૂ. ૬.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક એસ.ટી. ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરી વિકાસ કાર્યનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે લીંબડી એ ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર છે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડીના વિકાસમાં વધુ એક નવું છોગું ઉમેરાયું છે ૧૦૦ કિમીની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી હવે આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ અને જાળવણી માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે મંત્રીએ રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ અને સુદ્રઢ પરિવહન વ્યવસ્થા પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે કોઈપણ વિસ્તારના વેપાર અને સર્વાંગી વિકાસ માટે સંગીન વાહનવ્યવહાર પાયાની જરૂરિયાત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં એસ.ટી. નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે ખાસ કરીને અભ્યાસ અર્થે આવ-ગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસની સુવિધા આપી સરકાર તેમના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં અત્યાધુનિક વોલ્વો બસો દોડી રહી છે જે મુસાફરોની સુવિધા અને સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે લીંબડીના ભૌગોલિક મહત્વ અને વિકાસગાથા અંગે વાત કરતા સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે લીંબડી એ નેશનલ હાઈવે પર સ્થિત ‘સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર’ હોવાથી અહીં વાહનવ્યવહારની સતત ભારે અવરજવર રહે છે આ વિસ્તારની જરૂરિયાતોને સમજીને આજે રૂ. ૬.૧૧ કરોડથી વધુની માતબર ગ્રાન્ટ સાથે આ અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે આ સુવિધા આગામી સમયમાં મુસાફરોની સુખાકારીમાં વધારો કરશે અને એસ.ટી. નિગમની કાર્યક્ષમતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે વધુમાં તેમણે રાજ્ય સરકારની ત્વરિત કાર્યપદ્ધતિની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં એક એવી નવી પ્રણાલી સ્થાપિત કરી છે કે જેમાં જે વિકાસકામનું ખાતમુહૂર્ત થાય છે તેનું લોકાર્પણ પણ નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવામાં આવે છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ત્વરિત નિર્ણય શક્તિને કારણે વિકાસકાર્યો ખૂબ જ ઝડપથી સાકાર થઈ રહ્યા છે જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની વિકાસલક્ષી નીતિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકાઓ આર્થિક તંગી અનુભવતી હતી પરંતુ આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવી વિકાસકાર્યોને નવી ગતિ આપવામાં આવી રહી છે લીંબડીના વિકાસ માટે કરાયેલી રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ મળતા જ આજે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેન્ડ અને વર્કશોપ સાકાર થઈ રહ્યા છે માત્ર ગ્રાન્ટ મંજૂર કરવાના બદલે સમયમર્યાદામાં ખાતમૂહૂર્તથી લોકાર્પણ સુધીની કાર્યપદ્ધતિમાં સરકાર વિશ્વાસ ધરાવે છે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિભાગીય નિયામક એચ.એસ. જોષી દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ લીંબડી ડેપો મેનેજર મનોજ કુમાર મહંત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામીશ્રી પ્રફુલકુમાર સ્વામી, પાલિકા પ્રમુખ શ્રી રઘુભાઈ પટેલ, અગ્રણી હરપાલસિંહ રાણા, શંકરભાઈ દલવાડી સહિતનાં જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





