મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો.મોટીસંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો.

તારીખ ૨૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે આજરોજ ફી વંધ્યત્વ નિવારણ નિદાન મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના નામાંકિત ડોક્ટર કૃ પા એ શાહ એમ.એસ ગાયનેક વંધ્યત્વ અને આઈ.વી.એફ.નિષ્ણાંત દ્વારા વિવિધ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં 40 ivf અને 20 કિડની સ્ટોન પથરી ના ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં લાભાર્થીઓની લગતી માહિતી જેવી કે લાંબા ગાળાની સારવારમાં નિષ્ફળતા, ગર્ભાશય મા ગાંઠો કે અંડાશય મા ગાંઠ,બંધ ગર્ભની નળીઓ, ગર્ભાશય ની પાતળી દીવાલ,બધાજ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બાળક ન રેહતું હોય,અનેક વાર આઈ.ઓ.આઈ. કે આઈ.વી.એફ. મા નિષ્ફળતા, શુક્રાણુ ની ઓછી સંખ્યા કે નહિવત સંખ્યા, પી.સી.ઓ.એસ.ની તકલીફ સહિત ફ્રી રજિસ્ટ્રેશન ફ્રી કાઉન્સિલ ફ્રી સોનોગ્રાફી ફ્રી વીર્યની તપાસ આઈ.વી.એફ.ની સારવાર અને રાહત દરે ગેરંટી વાળા પેકેજ ની સુવિધા રાહત દરે દૂરબીન થી તપાસ નિષ્ણાંત ડોક્ટર કૃપા એ. શાહ દ્વારા કરવામાં આવી હતી જ્યાં કાલોલ સહિત આજુબાજુના તાલુકાઓમાંથી મોટીસંખ્યામાં લાભાર્થીઓ લાભ લીધો હતો જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડૉ યોગેશ પંડ્યા,ડૉ પ્રકાશકુમાર ટક્કર, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વીરેન્દ્રસિંહ પરમાર,કાલોલ તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ચેતનાબેન ઠાકોર, નગરપાલિકાના પૂર્વે પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, જીલ્લા પંચાયત સદસ્ય હીરાબેન રાઠોડ, તાલુકા પંચાયતના સભ્ય તેજલબેન પરમાર, મધવાસ ગામના સરપંચ સહિત મહાનુભાવો ની ઉપસ્થિત રહી મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે ફ્રી વંધ્યત્વ નિવારણ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ આયોજન અને તબીબોની સેવા કામગીરીને બિરદાવી હતી.જ્યાં કેમ્પનું સફળ સંચાલન ડોક્ટર સુનીલભાઈ પરમાર દ્વારા સુંદર રીતે કરાયું હતું.








