GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓની એક્સપોઝર વિઝીટ યોજાઈ

MORBI:મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓની એક્સપોઝર વિઝીટ યોજાઈ

 

 

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાનો રજાના દિવસોમાં શૈક્ષણિક પ્રવાસ

મોરબી, અત્રેની પીએમશ્રી માધાપરવાડી અનેકવિધ શૈક્ષણિક,સામાજિક, સહભ્યાસીક પ્રવૃત્તિઓ માટે ખુબજ જાણીતી છે,ત્યારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં આવતા ઐતિહાસિક સ્થળોની જાણકારી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત કરે એ માટે તેમજ વિદ્યાર્થીઓ સાંભળેલું ભૂલી જતા હોય છે પણ નજરે જોયેલું, જાણેલું ક્યારેય ભૂલતાં નથી એવા હેતુ સાથે પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓના શૈક્ષણિક પ્રવાસનું આયોજન જાહેર રજાના દિવસોમાં કરવામાં આવેલ,બે ટ્રાવેલ્સ બસોમાં 130 જેટલી બાળાઓએ કચ્છના શૈક્ષણિક પ્રવાસ એક્સપોઝર વિઝિટની મજા માણી હતી,માનસ ધામ સંકટ મોચન હનુમાનજી મહારાજના દર્શન કરી, અંજાર જેસલ તોરલની સમાધી ભુજોડી ખાતે સ્વતંત્રતા ચળવળને તાદ્દસ રીતે રજૂ કરેલ છે એવા વંદે માતરમ મોમેરિલય સ્થળની મુલાકાત, ભુજમાં આઈના મહેલ, ઐતિહાસિક હમીરસર તળાવ, અને વાંઢાઈ ખાતે જગત જનની ઉમિયાજીના દર્શન કરી ઉમિયાધામમાં રાત્રી રોકાણ કરી સવારે અંબેધામ ખાતે સર્વધર્મ સમભાવ પ્રદર્શનીમાં ભગવાનના તમામ અવતારોનું આકર્ષક પ્રતિમા સાથેનું સચિત્ર વર્ણન નિહાળ્યું, વિવિધતામાં એકતા ભારતના તમામ રાજ્યો વિશેની માહિતીનું નિરૂપણ,ગિરનાર પર્વતની પ્રતિકૃતિ વગેરેનું દર્શન કર્યું.ત્યારબાદ ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ જ્યાં બોલીવુડની પ્રખ્યાત ચલચિત્રનું શૂટિંગ થયું છે અને ઐતિહાસિક ધરોહર છે ત્યાંના ઈતિહાસને બાળાઓ પ્રત્યક્ષ નિહાળ્યો,ત્યારબાદ માંડવી બિચ ખાતે ખૂબ ટ્રાફિક વચ્ચે બાળાઓએ મજા માણ્યા બાદ જૈન તીર્થ બૉતેર જીનાલયમાં જૈનોના બોતેર તીર્થંકરના દર્શન કરી રૂટ મોરબી તરફ રવાના થયો,આ એકસપોઝર વિઝિટને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા પ્રિન્સિપાલ જયેશભાઈ અગ્રાવત, દીપકભાઈ બાવરવા, ગીતાબેન અંદીપરા, શાળા સહાયક નિરાલીબેન પ્રજાપતિ, સોનલબેન ફેફર વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!