લાખણી મા મગફળી ખરીદી કેન્દ્ર બંધ ભાજપ પ્રમુખ ના નામે ચાલતુ કેન્દ્ર ચર્ચા ના કેન્દ્રમા

નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર અચાનક બંધ કરી દેવામાં આવતા તાલુકાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.લાખણી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન તથા તાલુકા ભાજપ પ્રમુખ ના નામે ચાલતું મગફળી ખરીદી કેન્દ્ર બંધ થતાં વિવિધ પ્રકારના પ્રશ્નો અને આક્ષેપો ઉઠી રહ્યા છે.
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ખરીદી પ્રક્રિયામાં કોઈ પ્રકારની ગડબડ કે અનિયમિતતા થઈ હશે, જેના કારણે સત્તાવાળાઓ દ્વારા કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ અંગે હજુ સુધી સંબંધિત સત્તાધીશો કે ભાજપના સ્થાનિક નેતૃત્વ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી.
ખરીદી કેન્દ્ર બંધ થતાં ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે, ભાજપ પ્રમુખ ના કેન્દ્ર માં મગફળી ભરાવતા ખેડૂતો હવે અન્ય કેન્દ્રો પર જવા મજબૂર બન્યા છે.
આ મુદ્દે વિરોધ પક્ષના આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે અને ભાજપ પ્રમુખના નામે ચાલતું ખરીદી કેન્દ્ર કેમ બંધ કરાયું, તેના પાછળનું સાચું કારણ જાહેર કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ આ સમગ્ર મામલે પારદર્શક તપાસ કરવાની પણ માંગ કરી છે.
લાખણી તાલુકાના ખેડૂતો પણ હવે આ બાબતે સ્પષ્ટ જવાબની રાહ જોઈ રહી છે કે ખરીદી કેન્દ્ર બંધ થવા પાછળનું વાસ્તવિક કારણ શું છે.શાસક પક્ષના પ્રમુખ નુ ખરીદ કેન્દ્ર બંધ થવા પાછળનું કોઈક મોટું કારણ કારણભુત હોવાની ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ મહામંત્રી જયેશભાઇ સાથે ટેલિફોનીક વાતચીત થતા તેમણે જણાવ્યું હતુ કે લાખણી તાલુકા ભાજપ પ્રમુખ ને ગુજકો માસોલ દ્વારા દરેક તાલુકા મા સેન્ટર આપવા મા આવેલ છે અને લાખણી મા પણ આપવા મા આવ્યું હતુ ટેકાના ભાવે મગફળી કવોલીફાઈ ના થતા ગુજકો માસોલ ના અધિકારી ઓ એ રેડ કરી હતી એમા એમને એવુ જાણવા મળ્યુ કે ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ રહી છે એમા મોટા પાયે ગેરરીતિ આચરવા મા આવી હતી જેમા સેન્ટર બંધ કરાયુ છે આ બાબતે વધુ તપાસ થાય એવી અમારી માંગ છે



