રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત સેવાભાવને મળ્યો સન્માન, સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ

તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
હાલ સમગ્ર દેશમાં રક્તની ભારે અછત સર્જાઈ રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે હેતુસર વિવિધ સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવાઓ આપનાર સંયોજકોને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે પ્રેસિડન્ટ હોટલ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર લાઈફ લાઇન બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાં રક્તદાન શિબિરના સંયોજકોને મોમેન્ટો અને ભેટચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંચાલક સલીમભાઈ ઘાંચીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સલીમભાઈ ઘાંચી છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નિઃસ્વાર્થ સેવાભાવથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત છે અને અત્યાર સુધીમાં તેઓ દ્વારા 4000થી વધુ રક્તની બોટલોનું લાઈવ દાન કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમની આ માનવસેવી કામગીરીને ધ્યાને લઈ સુરેન્દ્રનગર એ ડિવિઝનના પીએસઆઈ બી.કે. મારુડા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમારોહ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. બી.જી. ગોહિલ, લાઈફ લાઇન બ્લડ બેન્કના સંચાલક વિક્રમભાઈ યાદવ, રાજેન્દ્રભાઈ વાઘેલા, આશિષભાઈ તુરખિયા, ભાવેશભાઈ કાવઠીયા સહિત મોટી સંખ્યામાં રક્તદાન ક્ષેત્રે જોડાયેલા આગેવાનો અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ રક્તદાનના મહત્ત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને આવા સેવાભાવી કાર્યોથી અનેક જીવ બચી શકે છે આ સન્માન સમારોહથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત સ્વયંસેવકોમાં નવો ઉત્સાહ અને પ્રેરણા મળી છે.



