GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત બેસ્ટ યોગ ક્લાસ ઓફ્ ધ યર એવોર્ડ કાલોલની યોગ ટ્રેનર રોશનીબેન જસવાણીએ પ્રાપ્ત કર્યો.

તારીખ ૨૯/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી યોગ ક્લાસમાં બેસ્ટ યોગ ક્લાસ ઓફ ધ યર એવોર્ડ પંચમહાલ જિલ્લાના કાલોલમાં રહેતા યોગ કોચ કાજલબેન ગોપાલભાઈ જસવાણીની સુપુત્રીને યોગ ટ્રેનર રોશનીબેન જસવાણીને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે. જે જિલ્લા સહિત સમગ્ર કાલોલ તાલુકા માટે ખૂબ જ ગર્વની વાત છે.






