જામનગરમાં નિ:સ્વાર્થ ભાવથી જરૂરીયાતમંદ માટેનો સેવાયજ્ઞ

મહંત દેવપ્રસાદજીને ગાદીપતિ થયાના પચાસવર્ષ થશે પુર્ણ
________________________________
શ્રી આણદાબાવા સેવા સંસ્થા-જામનગરમાં અવિરત સેવા કાર્યો સાથે વૃદ્ધોના વિશ્રામગૃહની સુવિધા વધારાઇ
જળસંચય,ગર્ભસંસ્કાર,સુદ્રઢ સમાજ નિર્માણ સહિતના ભગીરથ કાર્યો નિ:સ્વાર્થ ભાવથી કરવા મહંતની કટીબદ્ધતા
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરની સુપ્રસિદ્ધ સેવા સંસ્થા શ્રી આણદાબાવા સેવા સંસ્થાના ગાદીપતિ મહંત દેવપ્રસાદજીને ગાદીપતિ થયાના પચાસ વર્ષ પુર્ણ થનાર છે દરમ્યાન અવિરત સેવાયજ્ઞ સાથે સાથે શાળા,બાળકોના આશ્રમ,ગૌશાળા,સંસ્કૃત પાઠશાળા,મંદિર,હોસ્પીટલોની સુવિધાઓમાં પણ સતત વધારો મહંતની નિશ્રામા થઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં જળસંચયના કાર્યો અને જાગૃતિ વધારવા તેમજ ગર્ભ દરમ્યાન સંસ્કાર આપવા ઉપરાંત સુદ્રઢ સમાજના વિકાસના કાર્યો સહિતની નેમ અંગે મહંત દેવપ્રસાદજીએ જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ વખતે કટીબદ્ધતા વ્યક્ત કરી હતી અને ખાસ વાતચીતમાં જણાવ્યુ હતુ કે નિ:સ્વાર્થ ભાવથી થતા જીવમાત્રના કલ્યાણના કાર્યને સેવા કહેવાય છે આ માટે વિવિધ આયામોથી સેવાઓનો યજ્ઞ આ સંસ્થામાં દાયકાઓતો ખરા સદીથી પણ વધુ સમયથી અવિરત છે તેમજ સંસ્થા તરફનો આદર ભાવ પણ લોકોનો વધતો જાય છે સમુહ લગ્ન,આંખની હોસ્પીટલ,કીડની ડાયાલીસીસ સેન્ટર,સંસ્કૃત પાઠશાળા,બાળકો અને વૃદ્ધો માટેના આશ્રમ,સ્કૂલ,વૈકલ્પિક ચિકિત્સા કેન્દ્ર,પ્રાકૃતિક ખેતીનુ કેન્દ્ર ,શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સહિત વિવિધ ચાલીસથી વધુ પ્રકલ્પો આ સંસ્થા દ્વારા કાર્યરત છે .

શ્રી આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજશ્રીની શુભપ્રેરણાથી, શ્રી આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમની સ્થાપના તા. ૧૬-૧૧-૧૯૭૭ માં કરવામાં આવી હતી અને આ
સંસ્થાને અત્યાર સુધીમાં ૫૫૬ માતાઓની સેવા કરવાનો અવસર મળ્યો છે.હાલ સંસ્થામાં ૬૦ વર્ષ થી લઈને ૯૨ વર્ષ સુધીના ત્રીસ થી વધુ માતાઓ રહે છે, જેમની સંપૂર્ણ જવાબદારી જેમ કે, રહેવું, જમવું, દવા, વસ્ત્ર વગેરે સંસ્થા પૂરી પાડી રહી છે. વૃદ્ધાઓના આ વિશ્રામગૃહમાં
માતાઓને અટેચ બાથરૂમ ટોઈલેટ ની સારી સુવિધા મળી રહે. તેવા ૨૪ રૂમો, જેમાં એક રૂમમાં બે માતાઓ રહી શકે. (ટોટલ ૪૮ માતાઓ રહેવાની સુવિધા છે.) તેમજલીફ્ટની સુવિધા, રૂમોમાં ટેલીવીઝન ,એરકન્ડીશન તથા ઇન્ટર-કોમની સુવિધા,એક મેડીકલ રૂમની વ્યવસ્થા,
કેમ્પસમાં સંત્સગ માટે હોલ અને મંદિર,એક જ બિલ્ડીંગમાં ભોજનશાળાની વ્યવસ્થા,ફાયર સેફટી
કેમેરાથી સુસજજ વગેરે સુવિધાઓ છે અને આજના સમયમાં આવી રહેલા માતાઓની શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખી બનાવ્યું છે. એટલે જ વૃદ્ધાશ્રમની જગ્યાએ “વિશ્રામ ગૃહ” નામ આપવામાં આવ્યું છે.
કોંગો નિવાસી કેતનભાઈ તથા દીપ્તીબેન તથા કોટેચા પરિવારે તેમના માતા કુમુદબેન રમણીકલાલ કોટેચા ની સ્મૃતિમાં આ સેવા પ્રકલ્પને સ્વીકાર્યો છે.જે કાર્યરત થનાર છે.
સાથે સાથે હજુ ય આ વિશ્રામગૃહ સિવાયના પણ અન્ય વડીલો માટે મુલાકાતનું,વાંચનનુ,વિચારોના આદાન પ્રદાનનુ કેન્દ્ર બને તે માટે પણ સુવિધાઓ વધારવામાં આવનાર છે તેમજ વરસાદી પાણી દરીયામાં વહી જતહ અટકાવવા અને પાણી ભરાતા હોય તેવા વિસ્તારમાં જળસંચય વધારવાની દિશામાં ઉપરાંત વધુ ને વધુ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ગર્ભવતી બહેનો માટે શાસ્ર સંમત શિક્ષણ અને માર્ગદર્શન તેમજ ગર્ભસંસ્કાર કેન્દ્ર વગેરે પ્રકલ્પો પણ આરંભ થનાર છે.
ઉલ્લેખનીય છે કે પચાસ વર્ષથી ગાદી ઉપર રહી સંસ્થાને દીપાવનાર મહંત દેવપ્રસાદજી અવિરત સેવાકાર્યોથી દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થયા છે અને તેઓના માર્ગદર્શનમાં અનેક પરીવારોની જીવનયાત્રા સાર્થક બની છે.
______________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
B.sc.,L.L.B.,d.n.y.(GAU)
journalism (hindi)
પર્સોનલ મેનેજમેન્ટ (ડો.રાજેન્દ્રપ્રસાદ યુનિ.)
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર
8758659878
bhogayatabharat@gmail.com



