DAHODGUJARATJHALOD

ઝાલોદ તાલુકાની ધાવડીયા ચેકપોસ્ટ પર ૩૧ ડિસેમ્બર લઇ ૨૪ કલાક પેટ્રોલિંગ સાથે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસની કડક નજર રહેશે

તા.૩૦.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:ઝાલોદ તાલુકાની ધાવડીયા ચેકપોસ્ટ પર ૩૧ ડિસેમ્બર લઇ ૨૪ કલાક પેટ્રોલિંગ સાથે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસની કડક નજર રહેશે

દાહોદ પોલીસે 31 ડિસેમ્બરને લઈને ધાવડીયા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ શરૂ કર્યું નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો દારૂની હેરાફેરી અટકાવવા દરેક આવતા–જતા વાહનની બારીકીથી તપાસ હાથ ધરાઈ ધાવડીયા ચેકપોસ્ટ પર એસ.આર.પી.ની ટીમ પણ તૈનાત કરી સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ પી.એસ.આઈ. તથા સિનિયર અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ ચેકિંગ કાર્યવાહી ચાલી રહી છે શંકાસ્પદ વાહનોને રોકી દસ્તાવેજો અને માલસામાનની કડક તપાસ કરવામાં આવી રહી છે 24 કલાક પેટ્રોલિંગ સાથે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવી દાહોદ પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ—31 ડિસેમ્બરે કાયદો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે

Back to top button
error: Content is protected !!