GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)૨.૦ હેઠળ મોરબી શહેર હદ વિસ્તારના સ્લમ વિસ્તારના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી 

 

MORBI:પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)૨.૦ હેઠળ મોરબી શહેર હદ વિસ્તારના સ્લમ વિસ્તારના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી

 

 

મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે મોરબી શહેરી વિસ્તારમાં “સૌને માટે આવાસ”ના ઉમદા હેતુ સિદ્ધ કરવા માટે હાલના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સામાજિક આર્થિક માહિતીના સર્વેક્ષણનું (Socio Economic Survey) કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સર્વેનો હેતુ સ્લમ રહેવાસીઓની સચોટ માહિતી એકત્ર કરીને તેમની વસવાટની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)૨.૦ ના AHP (Affordable Housing in Partnership) ઘટક હેઠળ સસ્તા અને સુવિધાયુક્ત આવાસોના નવનિર્માણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ દ્વારા સ્લમ રહેવાસીઓ અને ઘર-વિહોણા શહેરી નાગરિકો માટે સુરક્ષિત, સ્વચ્છ, સુવિધાઓયુક્ત અને સગવડયુક્ત નવનિર્મિત આવાસ નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

આ સર્વે દરમિયાન સ્લમ વિસ્તારના તમામ રહેવાસીઓનો સંપૂર્ણ સહકાર અતિ આવશ્યક છે. સર્વે દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થયેલ એજન્સીના સર્વેયર દ્વારા નીચે મુજબની મુખ્ય વિગતો એકત્રિત કરવામાં આવશે. (૧)રહેવાસીઓના નામ અને પરિવારની વિગતો (૨)રહેઠાણના હાલની માહિતી અને પુરાવા (3)ઓળખના દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ/રેશન કાર્ડ/વોટર આઈ.ડી.વગેરે) (૪)આવાસની જરૂરિયાત તથા વસવાટની સ્થિતિ

આ સર્વે સંપૂર્ણપણે માત્ર માહિતી એકત્રિત કરવા માટે છે. કોઈપણ વ્યક્તિને આ સર્વે દરમિયાન ઘર છોડવાની, સ્થળાંતર કરવાની કે કોઈપણ અન્ય ફરજિયાત કાર્યવાહી કરવાની કોઈ આવશ્યકતા નથી. જેથી સર્વે ટીમને સત્ય અને સંપૂર્ણ માહિતી આપશો.

મોરબી મહાનગરપાલિકાના તમામ સ્લમ રહેવાસીઓને અપીલ કરવામાં આવે છે કે મોરબી શહેરના વિકાસ અને “સૌને માટે આવાસ” ના રાષ્ટ્રિય લક્ષ્યને સાચા અર્થમાં સાર્થક કરવા માટે સ્લમ વિસ્તારોનું સર્વેક્ષણ કાર્યમાં પુર્ણ સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.વધુમાં,સ્લમ વિસ્તારના નાગરિકોના સર્વેક્ષણ લક્ષી પ્રશ્ન અથવા માર્ગદર્શન માટે મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!