KALOL(Panchamahal)PANCHMAHAL

એરાલના યુવકનુ ઈકો કારમા અપહરણ કરી મોબાઇલ અને રોકડની લુટ કરનાર અજાણ્યા ઈસમો સામે ફરીયાદ

 

તારીખ ૧૧/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એરાલ ગામમાં નવાપુરા ફળિયામાં રહેતા જયપાલકુમાર વિજયભાઈ બારિયા દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા તેઓ પોતાની રિક્ષા ચલાવે છે રવિવારે રાત્રે તેઓ પોતાના બનેવી સાથે એરાલ બસ સ્ટેન્ડ પાસે પાન પડીકી ખાવા ગયા હતા અને રોડની સાઈડમાં પેશાબ કરવા ઊભા હતા ત્યારે એરાલ તરફથી સિલ્વર કલરની એક ઈકો કાર આવી હતી અને તેઓની પાસે ઉભી રાખી તેમાંથી ત્રણેક માણશો ઉતરેલ જેઓએ ફરિયાદીને પકડીને જબરજસ્તી થી કારમાં વચ્ચેની સીટમાં બેસાડી દીધા હતા ત્યારબાદ ગેગડીયા ચોકડી બાજુ કાર લઈ ગયા હતા. ફરિયાદીએ મને કયા લઈ જાવ છો ?, મને કેમ બેસાડેલ છે મારી શુ ભુલ છે? જેવા પ્રશ્નો કરતા તેઓ કહેતા હતા કે, તમે લોકોએ કેમ ગામના વિરેન્દ્ર સાથે માથાકૂટ કરેલ અને તેઓને કેમ મારેલ આજે તો તારા હાથપગ તોડી નાખવાના છે જેથી પોતે આવુ કોઈ કામ કરેલ નથી તેમ જણાવતા આગળની સીટ પર બેઠેલા ઈસમે અને વચ્ચેની સીટમાં બાજુમાં બેસેલ તેમજ પાછળ બેસેલા ઈસમોએ જેમ ફાવે તેમ ગડદા પાટુ નો માર માર્યો હતો અને તેમજ હાથમાં પહેરેલ કડા વડે માર મારતા કપાળના ભાગે લોહી નીકળ્યુ હતુ ઝપાઝપી દરમ્યાન ફરિયાદીના ખિસ્સા માંથી રોકડા રૂપિયા ૭,૨૦૦/ અને રૂ ૧૦,૦૦૦/ નો મોબાઈલ ફોન પણ બળજબરી પુર્વક કાઢી લીધો હતો અને મલાવ રોડ તરફ કાર લઈ ગયા હતા અને વિરેન્દ્ર જોડે માથાકૂટ કરી છે તો જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી આંબલીયારા નજીક રેતીના પ્લાન્ટ પાસે ગાડીમાંથી ઉતારી દીધેલ જે બાદ ગામના સરપંચ ની ગાડી જોતા ફરિયાદી તેમજ તેમના ભાઈ કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા જે બાદ ચક્કર આવતા એરાલ ખાતે દવા સારવાર કરાવી વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ પીઆઇ બી એન મોઢવાડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!