સુરેન્દ્રનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની રાત્રે નશાખોરો અને અસામાજિક તત્વો પર પોલીસની લાલ આંખ
જીલ્લામાં 68 બ્રેથ એનેલાઇઝર અને 201 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ

તા.31/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જીલ્લામાં 68 બ્રેથ એનેલાઇઝર અને 201 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ, [3:59 pm, 31/12/2025] tirangacsc: સુરેન્દ્રનગર નવા વર્ષની ઉજવણીના ઉત્સાહમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાના આદેશો આપવામાં આવ્યા છે સમગ્ર જીલ્લામાં લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત હોમગાર્ડ અને જી. આર. ડી. ના જવાનો ખડેપગે રહેશે આ ઉજવણી દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે SP, ASP, IPS અને 4 DySP ના સીધા માર્ગદર્શન હેઠળ 15 PI, 36 PSI સહિત 620 પોલીસ જવાનો અને 370 હોમગાર્ડ/ જી.આર.ડી. મળી કુલ 1000થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જીલ્લાની હદ પર કુલ 08 ચેક પોસ્ટ અને શહેરના મુખ્ય પ્રવેશ નિકાસના માર્ગો સહિત 32 જેટલા મહત્વના સ્થળોએ વાહન ચેકિંગ પોઇન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે 31મીની રાત્રિથી જ આ પોઈન્ટ્સ પર પોલીસ બાજ નજર રાખશે બ્રેથ એનેલાઇઝર અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ નશાની હાલતમાં વાહન ચલાવનારાઓને ઝડપી પાડવા માટે પોલીસને 68 બ્રેથ એનેલાઇઝર ફાળવવામાં આવ્યા છે શંકાસ્પદ વ્યક્તિઓની ત્વરિત તપાસ કરવામાં આવશે અને દારૂ પીનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે પારદર્શિતા જાળવવા અને પુરાવા તરીકે પોલીસ કર્મચારીઓ 201 બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો ટીમો દ્વારા હોટલો, ફાર્મ હાઉસ, ક્લબો અને પ્રાઈવેટ પાર્ટી પ્લોટમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે મહિલાઓની સુરક્ષા માટે પ્લેન ક્લોથમાં મહિલા પોલીસ અને 20 જેટલી ‘શી ટીમ’ સતત પેટ્રોલિંગમાં રહેશે તેમ સુરેન્દ્રનગર પોલીસની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



