
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ ,તા-૩૧ ડિસેમ્બર : સી.ડી.એચ.ઓ. ડૉ.મિતેષ ભંડેરી સર, આર.સી.એચ.ઓ ડૉ.દિનેશ પટેલ સર તેમજ ટી.એચ.ઓ ડૉ.નારાયણ સિંઘ સર ના માર્ગદર્શન હેઠળ અર્બન ભચાઉ ની શ્રી પી.એમ.કન્યા પ્રાથમિક શાળા ખાતે કિશોર સ્વાસ્થ્ય અને સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી. પોષકતત્વો જેવાકે પ્રોટીન, કાર્બોહાઈટ્રેડ, ચરબી, વિટામિન્સ અને ખનિજ તત્વોયુક્ત પોષ્ટિક આહાર લેવા, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવા, વિકલી આયર્ન ફોલિક એસિડ ગોળી લેવા અને એનિમિયા રોગ અટકાવવા અને હીમોગ્લોબીનની યોગ્ય માત્રા જાળવવા માટે સમતોલ આહારનું મહત્ત્વ સમજાવ્યું. જેમાં કિશોરી ઓનું વજન ,ઊંચાઈ તેમજ એચ.બી કરવા માં આવ્યું. સારું એચ.બી ધરાવતી કિશોરી ઓને પ્રોત્સાહન ગીફ્ટ આપવા માં આવી આ દિવસની ઉજવણી દરમ્યાન આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો.શોભના સોલંકી, ડો. નરેશ ગઢવી, સી.આર.સી કોડીનેટર કુલદીપસિંહ જાડેજા, કિશોર સ્વાસ્થ્ય સલાહકાર દિશા સુથાર, એ.એન.એમ આશા આહિર, શાળા ના પ્રિન્સીપાલ ભરતભાઈ વાણીયા,શિક્ષકો તેમજ કિશોરીઓ હાજર રહી.




