કાલોલમાં ભૂમાફિયાઓએ સ્થાનિક અને ખાણખનિજ વિભાગને પડકાર ફેંકતા ફિલ્મી સોંગના રેતી ખનનના વિડિયો વાયરલ કર્યો.

તારીખ ૦૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી,અડાદરા, રામનાથ,કાલોલ, અને બોરૂ વિસ્તારમાંથી પસાર થતી ગોમા નદીમાં ભૂમાફિયાઓ JCB, ટ્રેક્ટર, હાઈવા જેવા RTO પાસિંગ વગરના વાહનો દ્વારા બેફામ રીતે ટ્રાફિક પોલીસની આંખ સામેથી રેતી ભરી પસાર થતા હોય છે.કાલોલ તાલુકા વિસ્તારમાં રેતી ખનન કરતા રેતી ચોરો સ્થાનિક તંત્ર અને ખનિજ વિભાગના અધિકારીઓનો સેજ પણ ડર રાખ્યા વગર ખુલ્લે આમ રેતી ખનન કરી સફેદ રેતીનો કાળો કારોબાર કરી રહ્યાં છે. જ્યારે તેવા ખનિજ માફીયાઓ દિવસ દરમ્યાન હજારો ટન રેતી ખનન કરી સ્થાનિક અને ખાણખનિજ વિભાગને ખુલ્લો પડકાર ફેંકતા રેતી ખનન કરતાં પુષ્પા ફિલ્મના સોંગના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં કાલોલ પંથકમાં ભારે હડકંપ જોવા મળી રહ્યો છે.
વાયરલ થયેલા વિડિયોમાં રેતી ભરેલા ટ્રેક્ટર પાસે ઊભો રહી ફિલ્મી અંદાજમાં “માલ કિતના દો હજાર ટન, ટન કા કિતના, એક ટન કા ઢાઈ કરોડપ મજાક કર રહે હો પુષ્પાપ પુષ્પા ધંધે મેં મજાક નહી કરતાપ પુષ્પા સે ધંધા બહુત મજા આતા હેપ” જેવા ડાયલોગ બોલતા લલકારવામાં આવી રહ્યા છે. આ વિડિયોમાં ‘બે નંબર’ જેવી ટેગ પણ લગાવવામાં આવી હોવાનું જણાય છે. વાયરલ થયેલા બે વિડિયોમાંથી એક વિડિયો કાલોલ તાલુકા વિસ્તારના ટ્રેક્ટરનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ખનન માફિયાઓ દ્વારા આવા વિડિયોને વાયરલ કરતાં ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ, અને સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયત સહિતના તંત્રને જાણે કે ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે.
હવે જોવાનું રહ્યું કે વાયરલ થયેલા વિડિયોને પગલે ખાણ-ખનિજ વિભાગ, તથા સંબંધિત તંત્ર કડક કાર્યવાહી કરે છે કે પછી રેતી ખનન માફિયાઓનો દબદબો યથાવત રહેશે.!?





