થાનગઢ પોલીસે ગુમ-ચોરી થયેલા 10 મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત અપાવ્યા.

તા.02/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલ અંતર્ગત સામાન્ય નાગરિકો તેમજ પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ડિવાઇસને લોક-અનલોક તેમજ ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા આ પોર્ટલનો સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ ઉપયોગ કરવા માટે સુચના આપવામાં આવેલ છે આ અનુસંધાને પોલીસ અધિક્ષક પ્રમસુખ ડેલુ તથા એસ. એસ. ભદોરીયા, ચોટીલા વિભાગ દ્વારા જરુરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ છે પીઆઇ ટી.બી. હિરાણીના માર્ગદર્શન હેઠળ બિંદુબા ઝાલાનાઓ દ્વારા ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ફોનની સમયસર સીઇઆઇઆર મોડ્યુલમાં એન્ટ્રી કરી, ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસના અંતે વિવિધ કંપનીના તથા અલગ અલગ કિંમતો ધરાવતા કુલ મોબાઇલ નં 10 જેની કિં. રૂ.1,97,496 થાય છે તે સફળતાપૂર્વક રીકવર કરવામાં આવ્યા જેમાં અરજદાર વિજયભાઇ ખોડાભાઇ, ભાવેશભાઇ લાલજીભાઇ, સુખાભાઇ ખોડાભાઇ, પ્રધ્યુમનભાઇ બંશીભાઇ, આરતીબેન રમેશભાઇ, ભરતભાઇ ભીમાભાઇ, નાગજીભાઇ મોહનભાઇ, નરશીભાઇ બચુભાઇ, નરોતમભાઇ ભીખાભાઇ, વશરામભાઇ ખોડાભાઇએ મોબાઇલ પરત અપાવ્યા હતા.




