GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેરના તરકિયા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

 

WAKANER વાંકાનેરના તરકિયા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી સાથે ત્રણ ઈસમો ઝડપાયા

 

 

વાંકાનેરના તરકીયા ગામની સીમમા શેખડો તરીકે ઑળખાતી ખરાબાની જગ્યામાથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી જેથી દેશી દારૂના જથ્થા સહીત ૧,૩૦,૧૫૦ ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.પટેલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે શકતિસિંહ પરમાર તથા સામતભાઈ છછીયાને મળેલ હક્કિત આધારે તાલુકાના તરફીયા ગામની સીમમા શેખડો તરીકે ઓળખાતી ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવ માટેનો ૪ લિટર આથો અને 500 લિટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ મળીને ૧,૩૦,૧૫૦ ના મુદ્દામાલ સાથે વિજયભાઈ ભુપતભાઈ મકવાણા અને વિપુલભાઈ ભુપતભાઈ મકવાણા રહે. બંને તરકીયા તેમજ વિશાલભાઈ રવજીભાઈ મકવાણા રહે. નાળીયેરી તાલુકો ચોટીલા વાળની ધરપકડ કરી ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!