GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મામલતદાર ટીમની પ્રશંસનીય કામગીરી.અચાનક છાપો મારી ગેરકાયદેસર માટી ભરી જતા આંઠ હાઇવા ઝડપી પાડયા.

તારીખ ૦૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના મામલતદાર એમ.યુ.પરમાર મંગળવારના રોજ બાતમી મળેલ કે કાલોલ તાલુકાના મધવાસ ખાતેથી પાસ પરમિટ વગર માટી ભરીને આંઠ હાઈવા (ડમ્પર)કાલોલ તરફ જનાર છે જે આધારે નાયબ મામલતદાર ડ્રાઈવર સાથે સરકારી વાહનમાં મધવાસ ચોકડી પાસેથી વોચ ગોઠવી સાત હાઇવા ગેરકાયદેસર માટી ભરીને જતા ઝડપી પાડ્યા હતા જ્યાં વાહનો ના માલીક.(૧)તેજાભાઈવણઝારા(૨)જગદીશભાઈ વણઝારા (૩)ભગવાનભાઈ વણઝારા (૪)રણછોડભાઈ વણઝારા (૫) ભારતભાઈ જાદવ (૬)હરિભાઈ ભરવાડ (૭)ગોવિંદભાઈ વણઝારા આમ માલિકોના આંઠ ડમ્પરો કબજે કરી વાહનો મામલતદાર કચેરી ખાતે મુકાવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાલોલ મામલતદાર દ્વારા પ્રશંસનીય કામગીરી કરતા ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.





