
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૨ જાન્યુઆરી : જીલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જીલ્લા કલેકટર,કચ્છ દ્વારા જીલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. આ જીલ્લા ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા જીલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે હેઠળ ટીમ દ્વારા તા.૨૯/૧૨/૨૦૨૫ ના રોજ મોટા કપાયા પ્લોટ પ્લાઝા પાછળના ભાગે સાદી માટીનું ખનન કરતા રોયલ્ટી વગર ભરેલી ટ્રક નં. GJ-06-AT-2438 જેના ડ્રાઈવર સુમરા રમીઝ રફીકભાઈ અને હિટાચી -4.PUNJD208P3272646 જેના ડ્રાઈવર શુભમ ચૌધરી, અને તેના માલિક રાણુભા મંગુભા જાડેજા પાસેથી ૧૬.૫ મે.ટન સાદી માટી ના જથ્થા સાથે કબ્જે કરવામાં આવેલ છે. બંને ગાડી તથા ખનીજની અંદાજિત કિંમત રૂ.૬૫ લાખ પુરાનો મુદ્દામાલ કબ્જે કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.




