સરકારી જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરાઈ

તા.02/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ પોલીસે કરોડો રૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરી છે આ બંને આરોપીઓએ બનાવટી હુકમોમાં સિક્કા અને સીલ મારવા માટે મદદ કરી હોવાનો આરોપ છે પોલીસે તેમના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે આ કૌભાંડ અંગે હળવદના મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલચંદ્ર ભટ્ટએ ગત 9/11/25 ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં રમેશભાઈ બાબાભાઈ કોળી સહિત નવ વ્યક્તિઓ સામે હળવદ તાલુકાના જુદા જુદા ત્રણ ગામોમાં આવેલી સરકારી જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની અગાઉ ધરપકડ કરી હતી કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ બબાભાઈ સાકરીયા રહે, કોયબા હળવદ હાલમાં 9 તારીખ સુધીના રિમાન્ડ પર છે તેની પૂછપરછ દરમિયાન ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી કચેરીમાં ફરજ બજાવતા ગોવિંદ પોપટભાઈ કુરીયા રહે, રાજગઢ ધ્રાંગધ્રા અને મનસુખ મધાભાઈ કાંટીયા રહે, ધ્રાંગધ્રાના નામ સામે આવ્યા હતા તપાસમાં સામે આવ્યું કે આ બંને પટ્ટાવાળાઓએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા અને સીલ મારવા માટે આપ્યા હતા આથી ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન આ બંને પટ્ટાવાળાઓની જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેકર્ડ પર ચાલતી સરકારની અલગ અલગ સર્વે નંબરવાળી કુલ 344.27 વીઘા જમીનનું બનાવટી રેકોર્ડ ઊભું કર્યું હતું તેમણે સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો દ્વારા આ જમીનો પોતાના નામે કરાવીને કૌભાંડ આચર્યું હતું.




