SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં સ્મિત રેલાવતો સેવાયજ્ઞ, વ્હીલ ચેરથી લઈને ડિજિટલ હિયરિંગ મશીન સુધીની સહાય

વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ૧૧૫ વિદ્યાર્થીઓને સાધન- સહાયનું વિતરણ

તા.02/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકાના ૧૧૫ વિદ્યાર્થીઓને સાધન- સહાયનું વિતરણ, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ બી.આર.સી. ભવન, વઢવાણ દ્વારા એલિમ્કો કાનપુર સંસ્થાના સહયોગથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન બીઆરસી ભવન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વઢવાણ સહિતના ચાર તાલુકાઓના જરૂરિયાતમંદ બાળકોને સાધન-સહાય આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને મુળી તાલુકામાં ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતા અંદાજે ૧૧૫ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અગાઉ સંસ્થાના નિષ્ણાતો દ્વારા આ બાળકોનું જે તે સમયે એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું તે તપાસના આધારે બાળકોની શારીરિક જરૂરિયાત મુજબ વ્હીલ ચેર, કેલિપર્સ, સીપી ચેર, બગલ ઘોડી અને ડિજિટલ હિયરિંગ મશીન જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત, એમ. આર. ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયેલી શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર સાધન સહાય કેમ્પનું આયોજન જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા. ભદ્રસિંહ એ. વાઘેલા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી એ. એમ. ઓઝાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર સુરેશભાઈ શ્રીમાળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા માટે બી.આર.સી. કો-ઓર્ડીનેટર નરેશભાઈ બદ્રેશિયા અને તેમની સ્પે. એજ્યુકેટર તથા વિશિષ્ટ શિક્ષકોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે માત્ર સરકારી સહાય જ નહીં પરંતુ સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ પણ જોવા મળ્યો હતો દાતા કશ્યપભાઇ જગદીશચંદ્ર આચાર્ય અને તેમના પરિવાર દ્વારા કેમ્પમાં ઉપસ્થિત તમામ દિવ્યાંગ બાળકોને પાણીની બોટલ, ચિક્કીનું બોક્સ, બિસ્કીટ, ચોકલેટ અને કેક જેવી ભેટ આપી બાળકોના મુખ પર સ્મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કેમ્પના માધ્યમથી દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને જીવનશૈલીમાં સુધારો થાય તેવો ઉમદા હેતુ સિદ્ધ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!