કાલોલ તાલુકાના મધવાસ ગામના યુવાનને કન્ટેનર ચાલકે ટક્કર મારતાં બાઇક પર સવાર યુવાનનું ઘટના સ્થળ ઉપર મોત.

તારીખ ૦૪/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામ નજીક મઘાસર ચોકડી પાસે તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ એક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા મધવાસ ગામના યુવાન કન્ટેનર ના આગળના ભાગના તોતિંગ ટાયરમાં આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું કાલોલ તાલુકાના મધવાસ ગામના સુજલ ગણપતભાઈ સિકલીગર નામનો યુવાન તેઓ ઘરનું સામાન અર્થે સરસામાન લેવા ગયા હતા અને ઘરનું સામાન લઈ પરત ઘર તરફ આવતા તેઓ મઘાસર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા તે સમયે બાઇક ને કન્ટેનર નો આગળના ભાગેથી ટક્કર મારતાં તેમને બેલેન્સ ગુમાવતા તેઓ કન્ટેનર ના આગળ ભાગના ટાયર નીચે આવી જતા ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યાં અકસ્માત સર્જનાર કન્ટેનર નુ નંબર NL-01-AB-4662 તે ચાલક અકસ્માત સર્જીને પોતાની કન્ટેનર સ્થળ ઉપર મૂકીને ભાગી ગયેલ કન્ટેનર ચાલક ઉપર કાલોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આ દુઃખદ ઘટના લઈને મધવાસ ગામના આશાસ્પદ યુવાનનું અંતે કમકમાટીભર્યું મોત થતા પરિવારજનો તેમ જ સમગ્ર મધવાસ ગામમાં ગમગીની નો માહોલ છવાઇ ગયો હતો.






