કાલોલ પોલીસે દેલોલ ગામની સીમમાં જુગાર રમતા સાત જુગારીઓને ૧૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા.

તારીખ ૦૪/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ અને પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન ખાનગી ખાનગી રાહે બાતમી મળી હતી કે દેલોલ ગામની સીમમાં ગધેડી વાડી નહેર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તા વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળી હતી બાતમીના આધારે ઉપરોકત જગ્યાએ પંચના માણસો સાથે રાખી બાતમી વાળી જગ્યાએ રેડ કરતા કેટલાક ઈસમો પોલીસને જોઈ નાસવા લાગ્યા હતા પોલીસે તમામ સાત જુગારીયાઓને દોડીને ઝડપી પાડયા હતા ઝડપાયેલ તમામ જુગારીયાઓ અંગ ઝડતી અને દાવ પર લાગેલ રકમ કુલ મળી રૂ.૧૧,૬૮૦ મુદ્દા માલ કબ્જે કરી જુગાર રમતા ઝડપાયેલ વિક્રમકુમાર ઉફૈ ઇલુ વિઠ્ઠલભાઈ રાઠોડ, હિતેશકુમાર ઉર્ફે હિતો ભીમસિંહ રાઠોડ,રોહિતકુમાર ઉર્ફે ગટી છત્રસિંહ રાઠોડ,પ્રવીણભાઈ પ્રતાપભાઈ રાઠોડ,સુરેશભાઈ રમણભાઈ રાઠોડ,શનાભાઈ ઝેણાભાઈ રાઠોડ અને અનિલકુમાર ઉર્ફે અન્યો ફતેસિંહ રાઠોડ આમ સાત ઈસમો વિરુદ્ધ જુગાર ધારા હેઠડ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





