ARAVALLIGUJARATMODASA

BZ કૌભાંડ : CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની ધરપકડ કરતાં કૌભાંડીઓમાં ફફડાટ – હરસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસિસ, R.K. એન્ટરપ્રાઈઝ સહિત અન્ય પોન્ઝી સ્કીમોની ઝીણવટભરી તપાસ ક્યારે..?

રોકાણકારો આર્થિક સંકટમાં, જ્યારે કૌભાંડીઓ લક્ઝુરિયસ ગાડીઓમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

BZ કૌભાંડ : CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની ધરપકડ કરતાં કૌભાંડીઓમાં ફફડાટ – હરસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસિસ, R.K. એન્ટરપ્રાઈઝ સહિત અન્ય પોન્ઝી સ્કીમોની ઝીણવટભરી તપાસ ક્યારે..?

રોકાણકારો આર્થિક સંકટમાં, જ્યારે કૌભાંડીઓ લક્ઝુરિયસ ગાડીઓમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે

અરવલ્લી–સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ક્રિપ્ટો કરન્સી તથા હાઈ રિટર્નના નામે રોકાણકારોને રાતોરાત કરોડપતિ બનાવવાના સપના બતાવી અનેક લેભાગુ તત્ત્વોએ કંપનીઓ અને ઓફિસો ખોલી બેઠા હતા. આ જ ક્રમમાં રાજ્યભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલી BZ ફાઈનાન્સિયલ સર્વિસિસ પોન્ઝી સ્કીમે હજારો રોકાણકારોને ઠગ્યા હતા

BZ ફાઈનાન્સિયલ સર્વિસિસના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુનાહિત કેસો નોંધાયા બાદ તેઓ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. અંતે 27 ડિસેમ્બર 2024ના રોજ મહેસાણા જિલ્લાના દવાડા ગામ નજીક આવેલા ફાર્મહાઉસમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કેટલાક એજન્ટો અને કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.આ સમગ્ર પ્રકરણમાં હવે એક વર્ષ બાદ CID ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલાની ધરપકડ કરી હોવાનું સામે આવતાં કૌભાંડીઓમાં ભારે ફફડાટ મચ્યો છે. ત્રણથી ચાર દિવસ પૂર્વે થયેલી આ ધરપકડની CID ક્રાઇમના પીઆઈ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.ચર્ચા છે કે BZ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય સહ આરોપીઓ હાલ જામીન પર બહાર છે, અને CID ક્રાઇમની તપાસ ગતિ પકડી નથી. તેવામાં પિતાની ધરપકડથી તપાસને નવી દિશા મળશે કે નહીં, તે મુદ્દે લોકોમાં આશા અને શંકા બંને જોવા મળી રહી છે.

સમગ્ર BZ પોન્ઝી સ્કીમ પ્રકરણ

વર્ષ 2020થી 2024 દરમિયાન BZ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને BZ ગ્રુપના નામે RBIની મંજૂરી વગર ડિપોઝિટ સ્વીકારવામાં આવ્યા તેમજ રોકાણકારોને વાર્ષિક 30 થી 36 ટકા વ્યાજ, મોબાઇલ, ટીવી, ગોવા ટ્રિપ જેવી ગિફ્ટ્સની લાલચ અપાઈ હતી શરૂઆતમાં કૌભાંડની રકમ ₹6000 કરોડ હોવાનો અંદાજ, પરંતુ તપાસમાં ₹450 કરોડના રોકાણની પુષ્ટિ આમાંથી ₹172 કરોડથી વધુ રકમ રોકાણકારોને પરત અપાઈ નથી વધુમાં 11,000થી વધુ રોકાણકારો – જેમાં શિક્ષકો, વેપારીઓ તથા ગુજરાત ટાઇટન્સના કેટલાક ક્રિકેટર્સનો પણ સમાવેશ પૂછપરછ દરમિયાન ક્રિપ્ટોકરન્સી અને વિદેશી રોકાણ અંગે ખુલાસાCID દ્વારા 17 બ્રાન્ચ પર દરોડા, અનેક મિલકતો અને સંપત્તિઓ જપ્ત

Back to top button
error: Content is protected !!