CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

તા.04/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને ચોટીલા અને થાનગઢ તાલુકાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વની બેઠક સંપન્ન થઈ હતી આ બેઠકમાં માત્ર વહીવટી પ્રશ્નો જ નહીં, પરંતુ ઇ-ધરા અમલીકરણ, પુરવઠા સલાહકાર સમિતિ અને એ.ટી.વી.ટી. કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી બેઠકના પ્રથમ ચરણમાં તાલુકાના ગામોમાં સ્મશાનની ફાળવણી માટે તાકીદે દરખાસ્તો મંગાવવામાં આવી હતી ખાસ કરીને હીરાસર ગામે આંગણવાડી ગામથી ૧.૫ કિમી દૂર હોવાથી નાના બાળકોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ગામની અંદર જ નવી આંગણવાડી બનાવવા માટે સી.ડી.પી.ઓ.ને રિપોર્ટ કરવા સૂચના અપાઈ હતી ઉપરાંત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને મકાનના હપ્તા મળવામાં થતા વિલંબ બાબતે સંબંધિત અધિકારીઓને કડક અમલવારી કરવા જણાવાયું હતું ઇ-ધરા કેન્દ્રની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા માટે નાયબ કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે હુકમી નોંધોનો નિકાલ ૧૫ દિવસમાં અને અન્ય વારસાઈ કે વેચાણની નોંધોનો નિકાલ વધુમાં વધુ ૫૫ દિવસમાં કરવો અરજદારોને ખોટી હાલાકી ન પડે તે માટે બિનજરૂરી રીતે નોંધો નાંજૂર ન કરવી, બેંકો દ્વારા ખોટા સર્વે નંબર પસંદ કરવાને કારણે થતી ભૂલો સુધારવા તાકીદ કરવામાં આવી, વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ વચ્ચેની બાકી નોંધોનું સ્કેનિંગ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયા હતા પુરવઠા વિભાગની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે સરકારી અનાજનો જથ્થો સમયસર દુકાનો સુધી પહોંચવો જોઈએ અને e-KYC ની કામગીરીમાં વેગ લાવવો જરૂરી છે ગોડાઉન મેનેજરને પણ આ અંગે સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં ચોટીલા, થાનગઢ અને મૂળીના મામલતદારો, ડીવાયએસપી, ટીડીઓ સહિત પાણી પુરવઠા, પીજીવીસીએલ, શિક્ષણ, અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વહીવટી તંત્રના આ સંકલનથી સ્થાનિક પ્રશ્નોના ઝડપી ઉકેલની આશા જાગી છે.

Back to top button
error: Content is protected !!