GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ખાતે સ્વામિનારાયણ મંદિરે મહિલા મંડળ અને સુવાસીની મંડળ દ્વારા દિવ્ય અને ભવ્ય સાકોત્સવ ની ઉજવણી.

તારીખ ૦૫/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર કાછીયાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે મહિલા મંડળ અને સુવાસીની મંડળ દ્વારા દિવ્ય અને ભવ્ય સાકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.જેવા કે કીર્તન ભક્તિ સંતો દ્વારા સભા સાકોત્સવનું મહત્વ અને સંતોના આશીર્વાદ સાકોત્સવ ની આરતી અને છેલ્લે સાકોત્સવ ના મહાપ્રસાદ નું આયોજન કરાયું હતું ભગવાન સ્વામિનારાયણ એ જેવી રીતે લોયાધામમાં સુરા ખાચર ના દરબારમાં બારમણ ઘીનો વગાર કરી અને અદભુત લીલા કરી હતી તે જ રીતે વેજલપુર સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અને દિવ્ય સાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને પધારેલ સર્વ સત્સંગી ભાઈ બહેનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી ..





