BANASKANTHAGUJARAT

થરા મા પિતાની પુણ્યસ્મૃતિમાં શિક્ષણની અનોખી ફ્રીમાં સેવા આપતું એમ.કે.ટ્યુશન ક્લાસીસ.

થરા મા પિતાની પુણ્યસ્મૃતિમાં શિક્ષણની અનોખી ફ્રીમાં સેવા આપતું એમ.કે.ટ્યુશન ક્લાસીસ.

થરા મા પિતાની પુણ્યસ્મૃતિમાં શિક્ષણની અનોખી ફ્રીમાં સેવા આપતું એમ.કે.ટ્યુશન ક્લાસીસ.

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા મા હાઈસ્કૂલ રોડ ઉપર ચાલતા એમ.કે.ટ્યુશન ક્લાસીસ ના મયંકભાઈ ખત્રી દ્વારા તેમના પિતાની વાર્ષિક પુણ્યતિથિને શ્રદ્ધાંજલી અર્પણ કરવા એક પ્રેરણાદાયી સામાજિક પહેલ કરેલ છે.ધો.-૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ના સ્પેશિયલ ક્લાસ તદ્દન નિઃશુલ્ક (ફ્રી) ધોરણે ૧૫ મી ડિસેમ્બર થી શરૂ કરવામાં આવ્યા છે.જે ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલનાર છે.​આ ક્લાસીસનો મુખ્ય ઉદ્દેશ્ય તેજસ્વી તારલાઓ ને યોગ્ય માર્ગદર્શન આપી તેમને પરીક્ષા માટે સજ્જ કરવાનો છે. સમગ્ર વિસ્તારમાં આ પ્રકારના ફ્રી ક્લાસ શરૂ કરીને પિતાની સ્મૃતિ માં જ્ઞાનદાનનું ઉત્તમ બીજ રોપી ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે.​ક્લાસની મુખ્ય વિશેષતાઓ મા ​નિષ્ણાત શિક્ષકો દ્વારા સચોટ માર્ગદર્શન પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ની તૈયારી કરી ​તદ્દન મફત શિક્ષણ (સેવાભાવી અભિગમ) પારસભાઈ પ્રજાપતિ, અંજનાબેન ખત્રી દ્વારા આપવામાં આવશે.આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એમ.કે.ટ્યુશન ક્લાસીસ, થરા મયંકભાઈ ખત્રી નો મો. ૮૪૮૭૯ ૯૪૨૩૪ ઉપર સત્વરે ફોન કરવો જેથી કોઈ વિધાર્થી રહી ના જાય એમ મયંકભાઈ એ જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!