GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાના સભ્ય ના સંબંધીની કાળા કાચ વાળી ગાડી પોલીસે પકડતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો.

 

તારીખ ૦૭/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષના સંબંધીની કારા કાચ વાળી ગાડી પોલીસે પકડી લેતા કાલોલ કોર્ટ નજીક પોલીસ અને પાલિકાના ચુંટાયેલા કોર્પોરેટર વચ્ચે વિવાદ સર્જાયો હતો અને આ ઝપાઝપીમાં મહિલા કોન્સ્ટેબલ સુનીતાબેન અને શિલ્પાબેનને હાથ પર ઈજાઓ થઈ હતી.જ્યાં આ ઘટના બાદ જ્યોત્સનાબેન બેલદારે કાલોલ પોલીસ સ્ટેશનમાં પણ ઉદ્ધતાઈભર્યું વર્તન ચાલુ રાખ્યું. તેમણે લોકઅપ ને લાતો મારી “મને જેલમાં પૂરી દો” તેમ કહી પોલીસકર્મીઓને માનસિક ત્રાસ પહોંચાડ્યો અને અપમાનજનક વર્તન કરી પોલીસની ફરજમાં અવરોધ ઊભો કર્યાનો આક્ષેપ છે જ્યાં સમગ્ર ઘટના નો વિડિયો વાઇરલ થતાં સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

 

ગતરોજ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ એવા જ્યોત્સનાબેન બેલદાર ના સંબંધી કાલોલ હાલોલ રોડ ઉપર પોતાની કબજાની કાળા કાચ વાળી ગાડી લઈ પસાર થતા પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા ગાડી ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નાશી છૂટતા પોલીસ વાન ગાડીને પકડવા ફિલ્મી ડગે પીછો કરી કાલોલ કોર્ટ પાસે ઉભી રખાવી હતી જ્યાં કાલોલ પોલીસે કોર્ટના ગેટ પાસે કાળા કાચ વાળી ગાડી લઈ ભાગતા ચાલકને રોકતા વિવાદ સર્જાયો હતો. કાલોલ નગરપાલિકા ના કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર બનાવ દોડી આવતા વિવાદ વકર્યો હતો.

પોલીસ સાથે ગાળાગાળી અને ગેરવર્તણૂક કરનાર પાંચ સામે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. વાયરલ વીડિયોમાં કોર્પોરેટર તેમજ કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન તેમજ તેમના સબંધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેના પગલે કાલોલ પોલીસે સ્ટેશનના પી.આઈ. આર.ડી.ભરવાડ એ મહિલા પોલીસ દ્વારા ચાર મહિલાઓ અને એક યુવાનને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કાલોલ પોલીસ સાથે ઘર્ષણ કરનાર ચાર મહિલાઓ સહિત એક ગાડી ચાલક યુવાન સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!