ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદ – દબાણ બદલ વિદ્યાનગરમાં 48 એકમો પાસેથી 2.40 લાખનો દંડ વસૂલ

આણંદ – દબાણ બદલ વિદ્યાનગરમાં 48 એકમો પાસેથી 2.40 લાખનો દંડ વસૂલ
તાહિર મેમણ – આણંદ -:07/01/2026 – કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે વિદ્યાનગર વિસ્તારમાં જાહેર માર્ગો પરના દબાણ સામે કાર્યવાહી કરી છે. આ ઝુંબેશ અંતર્ગત 48 એકમો પાસેથી કુલ રૂ. 2.40 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થતા લારી-ગલ્લાવાળાઓ સામે દંડ વસૂલવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ કાર્યવાહી વહીવટી ચાર્જ પેટે કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, મનપા વિસ્તારમાં લોકોને અડચણરૂપ થાય અથવા ટ્રાફિક સમસ્યા સર્જાય તે રીતે જાહેર રસ્તાઓ પર લારી-ગલ્લા ઊભા રાખવામાં આવશે તો કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરાશે. તેમણે લારી-ગલ્લાવાળાઓને જાહેર રસ્તાઓ પર દબાણ ન કરવા પણ અપીલ કરી હતી.





