MORBIMORBI CITY / TALUKO

MORBI:મહાકુંભમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ મુખ્યમંત્રી યોગીજીને પત્ર લખીને આભાર વ્યક્ત કરતા મોરબી તાલુકા ભાજપ મંત્રી નિતેશભાઈ બાવરવા

 

MORBI:મહાકુંભમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ મુખ્યમંત્રી યોગીજીને પત્ર લખીને આભાર વ્યક્ત કરતા મોરબી તાલુકા ભાજપ મંત્રી નિતેશભાઈ બાવરવા

 

 

મોરબી: ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કાર્યશૈલી, કાર્યક્ષમતા અને સખત મહેનતને કારણે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિવેણી સંગમમા દેશ-વિદેશના 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આ મહાકુંભમાં સ્નાન કર્યું હતું. ત્યારે મહાકુંભના ભવ્ય આયોજન બદલ મોરબી તાલુકા ભાજપ મંત્રી નિતેશભાઈ બાવરવા દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા ભાજપ મંત્રી નિતેશભાઈ બાવરવાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીજીના માર્ગદર્શન હેઠળ મહાકુંભ-2025નું આયોજન, તે માત્ર ધાર્મિક કાર્યક્રમો પુરતું મર્યાદિત ન હતું. પરંતુ તેણે સ્વ્ચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને કલાના ક્ષેત્રોમાં જનભાગીદારીને પ્રોત્સાહન આપવાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ ઇવેન્ટે ‘સ્વચ્છ ભારત મિશનને મજબૂત બનાવ્યું અને લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કર્યા છે. યોગીજીના માર્ગદર્શન હેઠળ મહાકુંભ-2025 વિશ્વના મંચ પર ભારતીય પરંપરાઓના ભવ્ય વારસાને નવા આયામો આપ્યા છે. આ પ્રસંગ સ્વચ્છતા, કલા અને લોકભાગીદારીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક પહેલ બનશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણા અને યાદગાર બની રહેશે. સનાતન ધર્મના તમામ અનુયાયીઓ સનાતન સંસ્કૃતિના જાગૃતિ માટે હંમેશા તમારા ઋણી રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભના ભવ્ય સમાપન પછી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વંય ગંગા માતાની સેવામાં પોતાને સમર્પિત કરીને અને સનાતન સંસ્કૃતિની શુદ્ધતા અને સેવાની ભાવનાનું અનોખું ઉદાહરણ રજૂ કરીને સ્વચ્છતા અભિયાન અને સફાઈ કામદારો સાથે ભોજન કરીને લોકોના દિલ જીતી લીધા હતા. યોગીજીની ઉત્તમ કાર્યશૈલી અને કાર્યક્ષમતાને કારણે મહાકુંભમાં ઘણા મહાન રેકોર્ડ્સ બન્યા, સમગ્ર વિશ્વમાં જેથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રસંશા થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!