GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં હઝરત સૈયદ મૌલા અલી મૂશ્કીલ કુશા નાં જન્મોત્સવ નિમિત્તે રોયલ ગ્રુપ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો યોજાયા.

 

તારીખ ૦૮/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોકના પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ મૌલા અલી મૂશ્કીલ કુશા રદી અલ્લાહુ અનહુ નાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પયગંબર સાહેબના દામાદે હઝરત સૈયદના મોલા અલી ના જન્મોત્સવ નિમિત્તે પંઝેતની ફ્રેન્ડ સર્કલ (રોયલ ગ્રુપ) દ્વારા આયોજીત જુલુસ તેમજ વાયઝ શરીફ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત રીફાઇ મોટી ગાદીના ધર્મગુરુ હઝરત સૈયદ ગૌસુદ્દીન શાહ રીફાઇ અને હઝરત સૈયદ વઝીહુદ્દીન શાહ રીફાઇ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મુસ્લીમ ધર્મના ચોથા ખલીફા હઝરત સૈયદ મૌલા અલી મૂશ્કીલ કુશા રદી અલ્લાહુ અનહુ નાં જન્મોત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્ર મુંબઈ ના મશહૂર ખતીબ જનાબ મુફતી શફીક એહમદ કાદરી સાહેબ એ હઝરત સૈયદના મૌલા અલી ની શાનમાં બહેતરીન અંદાજે વર્ણન કરીને ઈસ્ટેજ ઉપર હાજર કાલોલના તમામ આલીમો તેમજ હાફીઝો તથા હાજર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અંતે સલાતોસલામ અને દુવા પછી પંઝેતની ફ્રેન્ડ સર્કલ (રોયલ ગ્રુપ) દ્વારા નીયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!