KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કુમાર ખાતે નિપુણ ભારત અંતર્ગત ક્લસ્ટર કક્ષાની વાર્તા સ્પર્ધામાં મધવાસની મુવાડી શાળા ની વિધાર્થિની પ્રથમ નંબર પ્રાપ્ત.

 

તારીખ ૦૯/૦૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજરોજ કાલોલ કુમાર શાળા ખાતે ની પણ ભારત અંતર્ગત ક્લસ્ટર કક્ષાની વાર્તા કથન, વાર્તા લેખન સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં કાલોલ કુમાર ક્લસ્ટરની કુલ આઠ શાળા એ ભાગ લીધો જેમાં આઠ-આઠ શાળામાં ત્રણ અલગ અલગ સ્ટેજમાં આવેલા લગભગ 24 બાળકોએ ભાગ લીધો હતો

આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાલોલ બીઆરસી આશિષભાઈ ગજ્જર હતા જેમણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને કાલોલ કુમાર સી.આર.સી નરેન્દ્રભાઈ પરમાર અને કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ ઠાકર દ્વારા આવનાર તમામ શાળાના આચાર્ય અને બાળદેવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યાં કાતોલના આચાર્ય સંજયભાઈ ગોસ્વામી, મધવાસ ના આચાર્ય કિરણભાઈ ,ઉર્દુ શાળાના આલમ કાસિમ રમઝાની, રાવળ ફળિયાના દીપલબેન વગેરે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ નંબર ખાસ કરીને મધવાસની મુવાડી ની બાળકી અને કાતોલ ની બાળકી પ્રથમ નંબરે આવ્યા છે જેમને તાલુકા કક્ષાએ આગળ ભાગ લેવાનો અવસર મળશે દરેક સ્પર્ધામાં આવેલ પ્રથમ ત્રણ નંબરો ને કાલોલ કુમાર ટીચર સોસાયટીના વાઇસ ચેરમેન જયદીપભાઇ વાઘેલા દ્વારા રોકડ સ્વરૂપે પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું.કાર્યક્રમની આભાર વિધિ ઉર્દુ શાળાના આચાર્ય હબીબભાઈ દ્વારા કરવામાં આવી અને તમામ ચા નાસ્તો કરીને છૂટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!