કાલોલ શહેરમાં વહેલી સવારથી લઇને સવારના આંઠ વાગ્યા સુધી વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઇ જતાં વાહનચાલકોને ભારે હાલાકી.

તારીખ ૦૯/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ માં કડકડતી ઠંડી અને વહેલી સવારથી લઇને સવારના આંઠ વાગ્યા સુધી વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.શિયાળાની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે.ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતના શહેરોમાં આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. કાલોલ સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઇ જતાં કાલોલ નગર ના મુખ્ય માર્ગો અને હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે કેટલું દેખાય છે, દેખાવાની સીમા ઓછી થઈ ગઈ હતી.જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જ્યાં અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહનો ચલાવ્યા હતા. અને નોકરીયાત વર્ગ સાથે વહેલી સવારે સ્કૂલે જતાં બાળકો અને સવારના મુસાફરોને પણ ધુમ્મસને કારણે અવરજવરમાં અડચણ પડી હતી.ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની અસર વધુ તીવ્ર જોવા મળી હતી. કાલોલ તાલુકાના સીમ વિસ્તારો અને ખેતરોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં ખેડૂતોને તેમના કામમાં મુશ્કેલી પડી હતી. ઠંડીથી બચવા માટે લોકોએ ઠેર ઠેર તાપણાંનો સહારો લીધો હતો અને ગરમ વસ્ત્રો પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.






