DASADAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર SOG પોલીસે માનવાડા ગામથી વાડીની ઓરડીમાંથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો

તા.09/01/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતી તેમજ ગુનાહીત પ્રવૃતી થતી અટકાવવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસઓજી સ્ટાફનાના પો.હે.કો અરવિંદસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દશાડા પોલીસ સ્ટેશન વિસ્તારના માનાવાડા ગામના સંજયભાઇ સોનાજી ઠાકોરે પોતાના કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં ચાઇનીઝ દોરીની રીલો ભરેલ બોક્ષ સંતાળી રાખેલ છે જેથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા બાતમી હકિકત વાળો ઇસમ મળી આવેલ જેને સાથે રાખી તેની વાડીની ઓરડીમાં તપાસ કરતા આ કામના આરોપી સંજયભાઇ સોનાજી અંબારીયા રહે, માનાવાડા દશાડા, સુરેન્દ્રનગર વાળાના કબજા ભોગવટામાંથી monoking gold તથા monofil gold ની કુલ ૮ બોક્ષ મળી આવેલ જેમાં ચાઇનીઝ દોરીની રીલ જોવામાં આવેલ જે રીલ બહાર કાઢી ચેક કરતા એક બોક્ષમાં કુલ ૪૮ નંગ રીલ જે એક રીલની કિ.રૂ.૪૦૦ લેખે ગણી કુલ રીલ નંગ ૩૮૪ હોય જેની કુલ કિ.રૂ.૧,૫૩,૬૦૦ ગણી કબ્જે કરેલ અને મજકુર ઇસમને પોતાના કબ્જામાં રહેલી ચાઇનીઝ દોરીના રીલ કોની પાસેથી લાવેલ તે બાબતે પુછતા આ બધી ચાઇના દોરી ની રીલ મયુરકુમાર નાનુભાઇ રહે, આદરીયાણા દશાડાવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવેલ હોય જેથી મજકુર બંને ઈસમો વિરુધ્ધ દશાડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ ની કલમ ૨૨૩.૫૪ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!