GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં જોરાવરનગર સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવા મુદ્દે વાઈરલ થયેલ વિડીઓ બાદ તપાસના આદેશ

સફાઈ કર્મચારી રજા પર ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાઈ હોવાનું આચાર્યનું નિવેદન

તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સફાઈ કર્મચારી રજા પર ગયા હોવાના કારણે વિદ્યાર્થીઓ પાસે કામગીરી કરાઈ હોવાનું આચાર્યનું નિવેદન, સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસે ઈતર પ્રવૃત્તિઓ વધુ પડતી કરાવવામાં આવતી હોવાની ફરિયાદો વધતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આવેલી સરકારી શાળા નંબર 7 ના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટીઓ ઉપડાવી અને સાફ- સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ આધારે હવે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે વાલીઓ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે મોકલે છે ત્યારે શાળામાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતા હોવાનો ઘાટ સર્જાયો છે જેને લઇને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડતું હોય છે ત્યારે જોરાવરનગર ખાતે પણ આ પ્રકારની ઘટના બની છે ત્યારે શાળાએ અભ્યાસ માટે આવતા બાળકોને કચરાપેટીઓ ઉપડાવી અને ત્યારબાદ કચરો નાખવા માટે બહાર મોકલવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ હવે શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે આ સંદર્ભે શાળાના આચાર્ય નારાયણભાઈ વાઘેલાએ જણાવ્યું છે કે શાળામાં નિયમિત સફાઈ કર્મચારીઓ આવે છે પરંતુ તે દિવસે સફાઈ કર્મચારીઓ રજા ઉપર હોવાના કારણે વિદ્યાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે કચરો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સ્વૈચ્છિક રીતે કચરા ટોપલીમાં નાખી અને ફેકવા જતા સમયે કોઈએ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો ત્યારે આ સંદર્ભે હવે તપાસ શરૂ કરવામાં આવી છે અને કોઈપણ શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ છે તેમને માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે અન્ય કોઈપણ પ્રકારની ઈત્તર પ્રવૃત્તિઓ ન કરાવવા પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!